• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Although The Admission Process In Colleges Is Nearing Completion, The Results Of 50% Examinations Of Patan University Have Not Been Declared

રજૂઆત:કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છતાં પાટણ યુનિ.ની 50% પરીક્ષાઓનાં પરિણામ જાહેર થયાં નથી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટીના છાત્રો અને ABVP દ્વારા કુલપતિને રજુઆત કરાઈ - Divya Bhaskar
યુનિવર્સિટીના છાત્રો અને ABVP દ્વારા કુલપતિને રજુઆત કરાઈ
  • પરિણામો જાહેર કરવા અને પ્રવેશ પ્રક્રિયા લંબાવવા છાત્રો અને ABVP દ્વારા કુલપતિને રજૂઆત

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની માર્ચ જૂનની વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ સ્નાતક અને અનુસ્નાતકના પરિણામો જાહેર થવામાં વિલંબ થઈ રહ્યા હોય છાત્રોને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ લેવા માટે ભારે મુશ્કેલી પડી રહી હોય સત્વરે યુનિવર્સિટી દ્વારા બાકી રહેલા તમામ પરિણામો જાહેર કરવાની માંગ સાથે ABVP અને છાત્રો મોટી સંખ્યામાં એકત્ર થઇ વહીવટી ભવન આગળ વિરોધ પ્રદર્શન બાદ કુલપતિને આવેદન આપવામાં આવ્યુ હતુ.

યુનિવર્સિટી સંલગ્ન આર્ટસ કોમર્સ અને સાયન્સ કોલેજોની વાર્ષિક પરીક્ષાઓના 50% જેટલા પરિણામો જાહેર થયા છે. ત્યારે હાલમાં પ્રવેશ પ્રક્રિયા પણ પૂર્ણ થવા આવી હોય 50% જેટલા અભ્યાસક્રમોના પરિણામો બાકી હોય છાત્ર અને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ લેવા માટે ભારે મુશ્કેલી ઉભી થઈ છે. જો ઝડપથી પરિણામ જાહેર કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહેવાનો વારો આવતા તેમનું સમગ્ર વર્ષ બગડવાના એંધાણ જોવા મળી રહ્યા છે.

જેથી સત્વરે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા બાકી રહેલ બી.એ, બીકોમ, બીએસસી , એમએસસી જેવા અભ્યાસક્રમોના પરિણામો જાહેર કરવા તેમજ સાથે ઉપરાંત પ્રવેશ પ્રક્રિયાની તારીખો લંબાવવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને છાત્રો સાથે મળી બુધવારે વહીવટી ભવનમાં વિરોધ પ્રદર્શન સાથે કુલપતિ સમક્ષ રજૂઆત કરી હતી.

જો ટૂંક સમયમાં છાત્રોના પરિણામો જાહેર નહીં કરાય તો આંદોલનની ચીમકી પર વિચારી હતી. કુલપતિ દ્વારા પરીક્ષા નિયામક સાથે બેઠક કરી પરિણામો ક્યારે જાહેર થશે તેની સ્થિતીની સમીક્ષા કરી વિદ્યાર્થીઓને સંભવિત પરિણામ જાહેર કરવાની તારીખો આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...