નિર્ણય:પાટણ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકો માટેનો વિકલ્પ અને વધ ઘટ બદલી કેમ્પ મોકુફ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં થયેલી કોર્ટ મેટરના કારણે નિયામક કચેરીનું માર્ગદર્શન માગતા અનિશ્ચિત મુદત સુધી બદલી કેમ્પ મોકૂફ રાખવા આદેશ

પાટણ જિલ્લામાં પાંચ દિવસ પ્રાથમિક શિક્ષકોનો વિકલ્પ અને વધઘટ બદલી કેમ્પ રાખવામાં આવ્યો હતો તેની તારીખો પણ જાહેર થઈ ગઈ હતી પરંતુ કોર્ટ મેટરના કારણે નિયામકની સૂચનાથી અચાનક બંને કેમ્પો રદ કરfતા લાંબા સમયથી બદલી કેમ્પની રાહ જોઈ રહેલા શિક્ષકો મૂંઝવણમાં મુકાયા હતા. અગાઉ શિક્ષકોની વિવાદાસ્પદ બદલી અને તેમાં કેટલીક બદલીઓ રદ થયા બાદ નિયમાનુસાર બદલી કેમ્પ કરવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી હતી. પાટણ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની બદલીનો મામલો ચર્ચાસ્પદ બન્યો હતો જેમાં નિયામકે અનેક શિક્ષકોની બદલી રદ કરી હતી તેમાં કેટલાક શિક્ષકો કોર્ટનું શરણ લેતા મામલો ગરમાયો હતો.

બીજીબાજુ કેટલાક સુધારા સાથે રાજ્યભરમાં બદલી કેમ્પ કરવા સરકારે જોગવાઈ કરી છે ત્યારે પાટણ જિલ્લામાં પણ પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ કરવાની પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં મે માસમાં વિકલ્પ અને વધઘટના અલગ-અલગ 5 દિવસ બદલી કેમ્પ કરવા તારીખો નક્કી કરી હતી. ત્યારે લાંબા સમયથી બદલીની રાહ જોતા શિક્ષકોને રાહત મળી હતી પરંતુ બદલી કેમ્પનીની તારીખો નક્કી થયા બાદ જિલ્લામાં થયેલ કોર્ટ મેટરના કારણસર કેમ્પ યોજવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીનું માર્ગદર્શન માંગ્યું હતું.

જેમાં નિયામક કચેરી દ્વારા અન્ય સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી વિકલ્પ કેમ્પ અને વધ ઘટ બદલી કેમ્પ સ્થગિત રાખવા સૂચના આપી હતી. જેને પગલે પાટણ જિલ્લામાં વિકલ્પ કેમ્પ અને વધ ઘટ બદલી કેમ્પ અન્ય સૂચના ન મળે ત્યાં સુધી હાલ પૂરતો મોકૂફ રાખવાનો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...