અલ્પેશ ઠાકોરનું દર્દ છલકાયું:'મારી તો કમનસીબી એ છે કે, જ્યાં જાવ ત્યાં બધા એમ કહે કે બહારનો છું; મને ખબર નથી હું ક્યાંનો છું!'

પાટણ15 દિવસ પહેલા

ગાંધીનગર દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર આજે તેની જૂની રાધનપુર બેઠક પર પ્રચાર માટે પહોંચ્યા હતા. અહીં સંબોધન દરમિયાન અલ્પેશ ઠાકોરનું દર્દ છલકાયું હતું અને કહ્યું હતું કે, મારી કમનસીબી એ છે કે, હું જ્યાં જાવ ત્યાં બધા એમ કહે છે કે હું બહારનો છે,મને ખબર નથી હું ક્યાંનો છું. હું બહારનો નથી હું તમારો છું. જેના દિલમાં બેઠો હોય તે બહારનો ક્યાંથી હોય? રાધનપુર બેઠક પર જે લવિંગજી ઠાકોરે અલ્પેશ ઠાકોરની દાવેદારીનો વિરોધ કર્યો હતો તેને જ જીતાડવા માટે આજે અલ્પેશ ઠાકોરે અપીલ કરી હતી. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, લવિંગજીની જે કંઈ ભૂલ હોય તે માફ કરીને તેને જીતાડો

રાધનપુરમાં ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, મારાં અને શંકરભાઇ ચૌધરી ઉપર વિશ્વાસ કરીને લવિંગજીની જે તે ભૂલોને માફ કરીને એમને જિતાડો. તમે મને પોતાનો માન્યો હોય તો મારાં ઠાકોરસેનાના છોકરાઓને પણ પોતાનો માની લેજો. મારાં ઠાકોરસેનાના છોકરાઓ ખુબ સારા છે,તમને સહકાર આપવામાં ક્યાય કચાશ નહી રાખે. આ લોકો તોફાની લોકો નથી. આ પ્રસંગે શંકરભાઇ ચૌધરી, નાગરજી ઠાકોર, સુરજગીરી ગોસ્વામી, પ્રવીણભાઈ મહાલક્ષ્મી, તાલુકા ભાજપ પ્રમુખ લગધીરભાઈ ચૌધરી સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...