તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:ધોરણ-10, 12ના રિપીટર 15906 છાત્રો માટે 320ને બદલે 640 બ્લોક ફાળવાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો-10ના અને ધો-12ના વિદ્યાર્થીની 15 જુલાઈથી પરીક્ષા લેવાશે
  • પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવા છાત્ર યુવા સંઘર્ષ સમિતિનું આવેદનપત્ર

પાટણ જિલ્લામાં ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ જાહેર થવા પામી છે. જેમાં ધોરણ 12 માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં 4074અને ધોરણ 10માં 11832 વિદ્યાર્થીઓ માટે સોશ્યલ ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પાટણમાં આગીમી 15 જુલાઈથી 28 જુલાઈ દરમ્યાન ધો-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ અનુસંધાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક મળી હતી.

જેમાં આયોજન અંગે ચર્ચાઓ કરી હતી. કોરોનાને ધ્યાને લઇ ગાઇડલાઇન મુજબ કાયદાઓ અને સંક્ર્મણ ન થાય તે રીતે સોશિયલ ડિસ્ટન્સ સાથે બ્લોકમાં 50 % બેઠક વ્યવસ્થા ફાળવામાં આવી છે. જેથી ધો-10 અને 12 ની કુલ 15906 વિદ્યાર્થીઓ માટે 320 બ્લોકના બદલે 640 બ્લોક ફાળવામાં આવ્યા છે. નિરીક્ષણ માટે ઝોનલ અધિકારીઓની નિમણુંક કરાઈ છે. બ્લોકમાં વ્યવસ્થા અંગે તપાસ કરી રિપોર્ટ કરશે. શિક્ષણાધિકારી, ઝોનલ અધિકારી સહીત સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

રીપીટરોને પ્રમોશન આપવા માંગ
પાટણમાં શનિવારે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા દરમ્યાન તેમના સ્વાસ્થ્ય સામે જોખમ હોઈ અન્ય વિદ્યાર્થીઓની જેમ તેમને પણ માસપ્રમોશન આપવામાં આવે તેવી માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયુંં હતું.

અન્ય સમાચારો પણ છે...