ધમકીઓ આપતા આત્મહત્યા કરી?:પાટણની દિયાના પ્રાઇમમાં રેત-કપચીનાં વેપારીને આત્મહત્યા માટે મજબૂર કરાયો હોવાનો આક્ષેપ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોન ઉપર મૃતક વિશાલને ધંધો બંધ કરવાની અને વ્યાજ સહિત પૈસા આપવાની ધમકી અપાઈ હતી
  • મૃતકના પિતાએ આક્ષેપ કરતી પોલીસ ફરિયાદ નોંધાવી

પાટણ શહેરનાં હાંસાપુર ગામની સીમમાં આવેલી દિયાના પ્રાઇમ સોસાયટીનાં મકાન નં. 55 માં તા. 9મી જુલાઇએ વિશાલ પટેલ નામના યુવકે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં મરનાર વિશાલને ફોન ઉપર અવારનવાર વ્યાજ સહિત પૈસા આપી દેવાની તેમજ ધંધો બંધ કરવાની અને ઘેર માણસો લઇ આવી ભવાડો કરવાની ધમકીઓ અપાતી હોવાથી તેને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણ કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરીયાદ મૃતકનાં પિતા બાબુભાઇ પટેલે પાટણ બી-ડીવીઝન પોલીસ મથકે આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી હતી.
ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી
મૃતક વિશાલના પિતાએ કરેલા આક્ષેપ પ્રમાણેની મળતી માહિતી મુજબ વિશાલના પિતાએ જણાવ્યું હતું કે, અમારા સંબંધીઓએ અમને જાણ કરી હતી કે, તમારો દિકરો બિમાર હોવાથી અમે નોરતાથી નિકળી પાટણ ખાતેના તેમના દિકરા વિશાલના ઘરે આવ્યાં હતા. જે બાદ તેમને વિશાલે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનું તેઓને જાણવા મળ્યું હતું.
​​​​​​​રેતીવાળાએ ધમકીઓ આપી હતી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમનો દિકરો વિશાલ પટેલ પાટણના દિયાના ટ્રેડિંગ નામે રેતી કપચીનો ધંધો કરતો હતો. વિશાલની આત્મહત્યા અંગે પિતા બાબુભાઇએ વિશાલની પત્નીને પૂછતાં તેણે બાબુભાઈને જણાવ્યું કે, રામજીભાઇ રેતીવાળા નામનાં વ્યક્તિ વિશાલ પાસે અવારનવાર ઉઘરાણી કરતા હોવાથી અને ઘર ખાલી કરી દેવાની ધમકીઓ આપતા હોવાથી વિશાલ ઘણાં સમયથી ટેન્શનમાં રહેતો હતો. જેથી પિતાએ વિશાલનો ફોન મંગાવીને ચેક કરતાં ફોનમાં છેલ્લે તા. 9-7-22નાં રોજ સવારે પાંચ વાગ્યાનાં સુમારે ‘રામજી રેતી’થી સેવ કરેલા ઉપર વાત થયેલી હોવાનું જણાતાં તેની વાતચીતનો રેકોર્ડિંગ સાંભળતાં રામજી રેતીવાળાએ વિશાલને ધમકીઓ આપી હતી કે, 'ટ્રેડિંગ ચાલુ કરતાં નહી નહીતર તો ભવાડો થશે. મારા પૈસા આપ, હું છેક સુધી પૈસા છોડું, પૈસા આપો પછી ધંધો ચાલુ કરજો, નહી તો હાલ જ માણસો લઇ ઘરે આવી ભવાડો કરું. તેવી ધમકીઓ આપી હતી. આ ઉપરાંત આગળનાં દિવસે તા. 8મીનાં રોજ પણ ફોન આવ્યાં હતા.

આ ધમકીઓનાં કારણે વિશાલે આત્મહત્યા કરી હોવાનું તેઓનું માનવું છે તેમ જણાવી તેઓએ પોલીસને તપાસ માટે વિશાલનો કોલ રેકોર્ડિંગવાળો ફોન સુપ્રત કર્યો હતો. પોલીસે આઇપીસી 306/507 મુજબ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...