તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પાટણમાં તળાવો ઉંડા કરવાની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપો

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ કલેકટરને રજૂઆત કરી

પાટણમાં સુજલામ સુફલામ જળ સંચય યોજનામાં તળાવ ઊંડા કરવાની ગામડાઓમાં ચાલતી કામગીરીમાં એજન્સી દ્વારા સરકારના પરિપત્રનું પાલન ન કરી ગેરરીતી આચરવામાં આવી હોય તપાસ કરી કાર્યવાહી કરવા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા સોહનભાઇ પટેલ દ્વારા કલેકટર સહીતના અધિકારીઓ અને ધારાસભ્યને રજુઆત કરી છે.

પાટણમાં વર્ષ 2021 તથા છેલ્લા પાંચ વર્ષમાં પાટણ વિભાગમાં આવતી સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઉંડા કરવામાં આવેલ તળાવની કામગીરીમાં ગેરરીતીઓ અને સરકારના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી.

એજન્સી અને પાટણ સિંચાઈ વિભાગના અધિકારીઓના મેળાપણામાં પાટણ,સરસ્વતી ,હારિજ સમી ,રાધનપુર સાંતલપુર અને સિદ્ધપુર તાલુકામાં કરેલા ઉંડા તળાવના ખોદકામમાં માપ કરતા વધુ બીલો બનાવી અધિકારીઓ અને એજન્સીએ સરકારી તિજોરીને મોટું નુકસાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરી પાટણ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા સોહનભાઇ પટેલ દ્વારા કલેકટર ,પ્રાંત અધિકારી ,કાર્યપાલક ઇજનેટ સહિતના સંલગ્ન અધિકારીઓ અને પાટણ ધારાસભ્યને આવેદનપત્ર આપી તાત્કાલિક ગેરરીતિ મામલે ખાતાકીય તપાસ સોંપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...