તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પ્રવેશ પ્રક્રિયા પહેલાં જ સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં બીએડ અને એમએડમાં પ્રવેશ આપ્યાના આક્ષેપ

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એનએસયુઆઈએ ગંભીર આક્ષેપો સાથે યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી
  • નિયમ મુજબ 65 હજારના બદલે 1 લાખથી વધુ ફી ઉઘરાવતી હોવાની રાવ સાથે તપાસની માંગ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા બીએડ અને એમએડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય તે પૂર્વે સેલ કોલેજોએ વધુ ફીની લાલચમાં પ્રવેશ આપ્યાના એનએસયુઆઇ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં યુનિવર્સિટી દ્વારા જ પ્રવેશ પ્રક્રિયા કરી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે.

નવીન શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયામાં ફોર્મ જ ભરાયા હોઈ પ્રકિયા પૂર્ણ થયા વગર જ કેટલીક સેલ્ફ ફાઈનાન્સ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને ખાનગીમાં પ્રવેશ આપી મનફાવે ફી લઈ રહ્યા હોઈ પ્રવેશ પ્રકિયા પહેલા જ કોલેજોમાં પ્રવેશ ફૂલ થઈ ગયા છે.

જેથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પર્વેશથી વંચિત ન રહે માટે તાત્કાલિક તમામ કોલેજોમાં તપાસ થાય અને થયેલા એડમિશન રદ કરવામાં આવે તેવી કુલપતિને રજૂઆત કરવામાં આવી હોવાનું એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ દાદુસિંહ ઠાકોરે જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓને પ્રવેશ નહિ મળે તો કાર્યવાહી કરાશે : કુલપતિ
કુલપતિ ડૉ.જે.જે. વોરાએ જણાવ્યું હતું કે એનએસયુઆઇ દ્વારા મૌખિક રજૂઆત કરાઈ છે પરંતુ કોઈ લેખિત રજૂઆતો કરાઇ નથી. છતાં એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળે તેવી કોઈ રજુઆત આવશે તો તાત્કાલિક તપાસ કરીને કોલેજ સામે કાર્યવાહી કરાશે.

કોલેજ નામ વગરની ફીની પાવતી આપે છે
યુનિ.ના નિયમ મુજબ સેલફાયનાન્સ બીએડ કોલેજમાં 65 હજાર સુધીની ફી ની મર્યાદા છે. પરંતુ કોલેજો નિયમ કરતા વધુ ફી લેવા માટે કોલેજના નામ વગરની પાવતીઓ વિદ્યાર્થીઓને આપે છે. અંદાજે બીએડ કોલેજમાં 1 લાખથી 1.20 લાખ સુધીની ફીની લૂંટ કરી રહી છ તેવું એન.એસ.યુ.આઈ પ્રમુખ દાદુસિંહે લૂંટના આક્ષેપ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...