તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Allegations Of Conversion At Radhanpur Catholic Xavier Ashram Came To Light, The Manager Said What Happened In The Past Will Not Happen Again

આક્ષેપ:રાધનપુર કેથોલિક ઝેવિયર આશ્રમમાં ધર્મ પરિવર્તન કરાતું હોવાના આક્ષેપો સામે આવ્યા, મેનેજરે કહ્યું- ભૂતકાળમાં થયું એવું ફરી નહીં થાય

પાટણ16 દિવસ પહેલા
  • ધર્મ પરિવર્તનનો વિરોધ કરતા બાળકોને છાત્રાલયમાંથી સંચાલકો દ્વારા બહાર કાઢી મુકાયા
  • ધર્મ પરિવર્તનના મામલાને સંચાલકો દ્વારા દબાવવાનો પ્રયાસ

પાટણ જિલ્લાના રાધનપુરમાં કાર્યરત કેથોલિક ઝેવિયર છાત્રાલયમાં રહેતા હિન્દુ બાળકો પ્રત્યે ધર્મના નામે ભેદભાવ રાખી ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાની ત્રણ મહિના પહેલાંની ઘટનાના આક્ષેપો કરતો વીડિયો હાલમાં વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાતાં વિવાદ ઉભો થયો છે.

મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર શહેરમાં કાર્યરત કેથોલિક ઝેવિયર છાત્રાલયમાં અભ્યાસ કરતાં બાળકો સાથે ધાર્મિક ભેદભાવ રાખીને સંચાલકો દ્વારા બાળકોને હિંન્દુ ધર્મથી દૂર રાખવામાં આવતા હોવાના આક્ષેપો સંચાલકો સામે છાત્રાલયમાં રહેતા કેટલાક બાળકો દ્વારા કરવામાં આવ્યા છે.આશ્રમના બાળકો સાથે સંચાલકો ધાર્મિક ભેદભાવ રાખતા હોવાથી છાત્રાલયમાં રહેતા બાળકો પણ મુંજવણ અનુભવી રહ્યા છે.

બાળકોને ધર્મ પરિવર્તન કરવા મજબૂર કરી અને ધર્મ પરિવર્તનનો વિરોધ કરનારા બાળકોને સંચાલકો દ્વારા કેથોલિક ઝેવિયર છાત્રાલય બહાર કાઢી મુકવામાં આવ્યા હોવાના આક્ષેપો થતા કેથોલિક ઝેવિયર આશ્રમના સંચાલકો સામે હિન્દુ ધર્મમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં એક વિધાર્થી જણાવી રહ્યો છે કે, અમને હિંન્દુની માન્યતાઓ મુજબ માતાજી કે ભગવાનના તાવીજ કે દોરા-ધાગા બાંધેલા હોય તો સંચાલકો કઢાવી નાખે છે અને ખ્રિસ્તી ધર્મનું તાવીજ પહેરાવે છે. ફાધર દ્વારા અમારા વાલીઓનું માન-સન્માન જાળવવામાં આવતું નથી અને અમને કોઈને કોઈ કારણોસર કાઢી મુકીને અપમાન કરે છે. સંચાલકો અમને નાની નાની વાતમાં હેરાન કરી રહ્યા છે અને મહાદેવના દર્શન કરવા પણ જવા દેતા નથી. જેથી અમે ખૂબ જ માનસિક ત્રાસ અનુભવી રહ્યા છીએ.

તો આ અંગે રાધનપુર કેથોલિક ઝેવિયર છાત્રાલય આશ્રમના મેનેજરે જણાવ્યું હતું કે, જે ભૂતકાળમાં બનાવ બન્યો છે તે હવે ફરી નહી બને અને બધાને સમાન રીતે રાખી તેમના ભવિષ્યને ધ્યાને લઇ આશ્રમમાં રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...