આક્ષેપ:રાધનપુરમાં મૃત વ્યક્તિની સહીઓ કરી સંમતીપત્રક વિવિધ કચેરીમાં ઉપયોગ કર્યાનો આક્ષેપ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાધનપુરનાં રહિશ અને હાલમાં અમદાવાદ ખાતે રહેતા વેપારીનાં પરિવારની માલિકની દુકાનોનાં સંમતિપત્રકોમાં ખોટી સહીઓ કરવાનાં મામલે ફરીયાદ નોધાઇ હતી.

આ અંગેની મળતી માહિતી મુજબ રાધનપુરની જલરામ સોસાયટીમાં રહેતા અને હાલમાં અમદાવાદ ખાતે રહેતા પરેશભાઈ ધીરજલાલ ઠક્કરનાં પિતાજી તા. 17-2-2018નાં રોજ અવસાન પામેલા હોવા છતાં રાધનપુરની રે.સ.નં. 377/બ/6 જેના સર્વે નં. 6553 જેમાં કુલ2934 ચો.મી.વાળી જમીનમાં દશ દુકાનો સિવાય બાકીની જમીનમાં નવા બાંધકામ બાંધવાનાં લે આઉટમાં પાર્કિંગવાળી જગ્યામાં પરેશકુમારની દુકાન બતાવીને જેના બાંધકામની મંજુરી મેળવવા માટે 20 રૂપિયાનાં સ્ટેમ્પ ઉપર સંમતિપત્રકમાં પરેશકુમારનાં પિતાનાં નિધન બાદ ખોટી સહી કરી હોવાનું જણાતાં આ બોગસ સંમતિપત્રલેખ ત્રણ વ્યક્તિઓ તથા અન્ય વ્યક્તિ પાસે પરેશભાઇનાં પિતાની ખોટી સહી કરી સંમતિ પત્રકનો રાધનપુર નાયબ કલેક્ટર કચેરી તથા અન્ય કચેરીમાં ખોટો ઉપયોગ ર્યો હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ પરેશભાઇએ નોધાવતાં પોલીસે મગનભાઇ, કિરીટભાઇ તથા વિનોદભાઇ સામે આઇપીસી 406/420/467/ 468/120 (બી) મુજબ ગુનો નોધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...