તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાળુ વેકેશન:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં 15 દિવસ ઉનાળુ વેકેશન રહેશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
  • યુનિ.માં શૈક્ષણિક કેલેન્ડરની સમીક્ષા માટે ડીનોની બેઠક

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં શૈક્ષણિક કેલેન્ડરની સમીક્ષા માટે ડીનોની બેઠક મળી હતી. જેમાં આગામી વર્ષ 2021-22ની અભ્યાસક્રમની મુદત અને પરીક્ષા અંગે સમીક્ષા સહીત ચાલુ શૈક્ષણિક વર્ષમાં અભ્યાસક્રમ પૂર્ણ થાય તેમજ પરીક્ષાઓ સમયસર પૂર્ણ થાય માટે ઉનાળુ વેકેશનની સમય મર્યાદામાં ઘટાડો કરી 45 દિવસના બદલે 15 દિવસ જ વેકેશન માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.

યુનિવર્સિટીમાં બુધવારે કુલપતિ ડૉ.જે.જે. વોરાની અધ્યક્ષતામાં વિવિધ અભ્યાસક્રમના ડીનોની બેઠક મળી હતી. જેમાં સરકારની કોલેજો શરૂ કરવાની સૂચના આધારે શૈક્ષણિક વર્ષના કેલેન્ડર અંગે સમીક્ષા કરાઈ હતી. જેમાં ખાસ કરીને ચાલુ શૈક્ષણિક વર્ષ 2020 -21 ના કોરોનાના કારણે કોલેજો બંધ રહ્યા બાદ શરૂ થયેલ હોઈ બાકી રહેલ સમયમાં અભ્યાસક્રમ પૂર્ણ થાય અને યોગ્ય રીતે પરીક્ષાઓ પૂર્ણ થાય તેવી ચર્ચા બાદ વેકેશનમાં ઘટાડો કરવા અંગે સર્વેનુંમતે યુનિવર્સિટી દ્વારા અપાતા15 - 5 થી 1 -7 2021 સુધી કુલ 45 દિવસના વેકેશનમાં ઘટાડો કરી હવે આ વખતે ફક્ત 15 -6 થી 1-7 સુધી કુલ 15 દિવસ જ કોલેજોમાં ઉનાળુ વેકેશન અપાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો