તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:સિધ્ધપુર સરસ્વતી મુક્તિધામમાં અગ્નિ સંસ્કાર કરવા અંગેના તમામ પ્રતિબંધ ઉઠાવાયા

પાટણ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એપ્રિલ-મે માસ દરમિયાન કોરોના મહામારીનું પ્રમાણ વધતા પ્રતિબંધ લગાવાયા હતા

પાટણ જિલ્લાના તાલુકા મથક સિધ્ધપુર ખાતે આવેલા શ્રી સરસ્વતી મુક્તિધામ ખાતે એપ્રિલ-મે માસ દરમિયાન કોરોના મહામારીનું પ્રમાણ વધતા અગ્નિ સંસ્કાર પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો. જે હવે ઉઠાવી લેવામાં આવ્યો છે.

અગ્નિસંસ્કાર કરવા માટેના તમામ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યા
કોરોના કાળના સંજોગોમાં સરસ્વતી મુક્તિધામમાં વ્યવસ્થા જાળવી શકાય, ભઠ્ઠીઓનું દુરસ્તી કામ કરાવી શકાય અને કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય તેવા આશયથી અગ્નિસંસ્કાર કરવા માટે ટ્રસ્ટી મંડળ દ્વારા કેટલાક પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા. હાલમાં કોરોના મહામારીમાં નોંધપાત્ર ઘટાડો થયેલો છે. તેવા સંજોગોમાં સિધ્ધપુર ખાતે અગ્નિસંસ્કાર કરવાની ધાર્મિક શ્રધ્ધા અકબંધ જળવાઈ રહે તેવા હેતુથી અગ્નિસંસ્કાર કરવા માટેના તમામ પ્રતિબંધ હટાવી લેવામાં આવેલા છે.

સરકારી નિયમોના સંપૂર્ણ પાલન સાથે અગ્નિસંસ્કાર કરી શકાશે
મુક્તિધામ ખાતે અગ્ની સંસ્કાર અર્થે આવતા લોકોમાં કોરોના સંક્રમણ વધે નહીં તે માટે કોવિડ ગાઈડ લાઈન મુજબ માસ્ક ફરજિયાત પહેરવો, સોશિયલ ડીસ્ટન્સ જાળવવું તેમજ સેનિટાઈઝ કરવું વિગેરે સરકારી નિયમોના સંપૂર્ણ પાલન સાથે અગ્નિસંસ્કાર કરી શકાય તેવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...