'હર ઘર તિરંગા':પાટણ હેડ પોસ્ટ ઓફિસ સહિત જિલ્લાની તમામ પોસ્ટમાં રૂ 25ની કિંમતે રાષ્ટ્રધ્વજ મળશે

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 21000 જેટલા તિરંગા વેચાણ અર્થે આવશે, 10978 જેટલા આવી ગયા

પાટણ જિલ્લામાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે 25 રૂપિયાની કિંમતે રાષ્ટ્રધ્વજનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત રક્ષાબંધનના પર્વને અનુલક્ષીને વોટરપ્રૂફ રાખી કવરનું પણ 10 રૂપિયાની કિંમતે વેચાણ શરૂ કરાયું છે.

રૂ. 25ના નજીવા ભાવે રાષ્ટધ્વજનું વેચાણ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા 13થી 15 ઓગસ્ટ - 2022 દરમિયાન તમામ નાગરીકને તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પાટણ પોસ્ટલ ડીવીઝનના તાબા હેઠળની નાની મોટી તમામ 271 જેટલી પોસ્ટ ઓફિસોમાં તારીખ 1લી ઓગષ્ટથી 15 ઓગેસ્ટ સુધી હર ઘર ત્રિરંગ અભ્યાનના ભાગ રૂપે રૂ25ના નજીવા ભાવે રાષ્ટધ્વજનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે.

10978 તિરંગા આવી ગયા
આ ઉપરાંત પાટણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે આ અંગે સેલ્ફી માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમા દરેક નાગરીક પોતાની ઈચ્છા અનુસાર સેલ્ફી લઈને પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકશે. એમ પાટણ હેડ પોસ્ટ ઓફિસના અધિક્ષક બી. પટ્ટાબિરામન અને ઈ. પોસ્ટ માસ્ટર પી.એ. ભીલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, પાટણ હેડ પોસ્ટ ઓફીસ ખાતે 21000જેટલા તિરંગા વેચાણ અર્થે આવનાર છે, જે પૈકી અત્યાર સુધીમાં 10978 જેટલા આવી ગયા છે અને તેનું વેચાણ પણ પોસ્ટ ઓફિસના કાઉન્ટર પર શરૂ કરી દેવાયેલ છે. વળી, પાટણ જિલ્લામાં તમામ નાની મોટી પોસ્ટ ઓફિસોમાં તે જરૂરિયાત મુજબ મોકલવામાં આવેલ છે, જ્યાંથી લોકો માત્ર 25 રૂપિયાની કિંમતે ત્રિરંગો ઝંડો ખરીદી શકશે. આ ઉપરાંત રક્ષાબંધનના તહેવાર અંતર્ગત પાટણ હેડ પોસ્ટ ઓફીસ ખાતે 1500 જેટલા વોટરપ્રુફ રાખી કવર પર વેચાણ અર્થે આવેલ છે, જેનું રૂ. 10 ના ભાવે વેચાણ ચાલુ કરાયું છે.

પોસ્ટ દ્વારા 21 હજાર ત્રિરંગા વિતરણ કરવાનો લક્ષ્યાંક
પાટણ હેડ પોસ્ટ ઓફિસના અધિક્ષક બી. પટ્ટાબિરામન અને ઈ. પોસ્ટ માસ્ટર પી.એ. ભીલએ જણાવ્યું કે, પાટણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે 21 હજાર જેટલા તિરંગા વેચાણ અર્થે આવનાર છે, જે પૈકી અત્યાર સુધીમાં 10978 જેટલા આવી ગયા છે અને તેનું વેચાણ પણ પોસ્ટ ઓફિસના કાઉન્ટર પર શરૂ કરી દેવાયેલ છે. વળી, પાટણ જિલ્લામાં તમામ નાની મોટી પોસ્ટ ઓફિસોમાં તે જરૂરિયાત મુજબ મોકલાવેલ છે, જ્યાંથી લોકો માત્ર 25 રૂપિયાની કિંમતે ત્રિરંગો ખરીદી શકશે.આ ઉપરાંત રક્ષાબંધનના તહેવાર અંતર્ગત પાટણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે ૧૫૦૦ જેટલા વોટરપ્રુફ રાખી કવર પર વેચાણ અર્થે આવેલ છે, જેનું રૂ.10ના ભાવે વેચાણ ચાલુ કરાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...