તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:જિલ્લા પંચાયતની 32 બેઠકોમાં ભાજપ, કોંગ્રેસના ઉમેદવારનાં તમામ ફોર્મ માન્ય

પાટણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • 32 બેઠક પર 149માંથી 64 ઉમેદવારી ફોર્મ નામંજૂર થયા
 • નવ તાલુકા પંચાયતની કુલ 170 બેઠકનાં 675 પૈકી 219 ફોર્મ ના મંજુર

પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠક પર કુલ 149 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. તે પૈકી 85 ફોર્મ મંજુર થયા હતા. અને 64 ફોર્મ વિવિધ કારણોસર ના મંજુર થયા છે. જ્યારે પાટણ, સિદ્ધપુર, સરસ્વતી, ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર નવ તાલુકા પંચાયતની કુલ 170 બેઠક પર 675 ફોર્મ ભરાયા હતા. તે પૈકી 456 મંજુર થયા છે. 219 ફોર્મ ના મંજુર થયા છે. જોકે ભાજપ કે કોંગ્રેસના એક પણ ઉમેદવારનું ફોર્મ ના મંજૂર થયું નથી. તેવુ ભાજપ અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું.પાટણ જિલ્લા પંચાયતની બાલીસણા બેઠક પર સાત ઉમેદવારી ફોર્મ ભરાયા હતા તે પૈકી બે મંજુર થયા છે. પાંચ ના મંજૂર થયા છે. બીલીયા બેઠક પર પાંચ ફોર્મ ભરાયા હતા. ચાર મંજૂર અને એક નામંજૂર થયું છે. ધીણોજ બેઠક પર પાંચ ફોર્મ ભરાયા હતા. ત્રણ મંજુર થયા છે અને બે નામંજૂર થયા છે. દુદખા બેઠક પર પાંચ ફોર્મ ભરાયા હતા. ત્રણ મંજૂર અને બે નામંજૂર થયા છે. ગોચનાદ બેઠક પર છ ફોર્મ ભરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો