કર્મચારીઓની દિવાળી:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના તમામ કર્મચારીઓને આ મહિને એડવાન્સમાં પગાર ચૂકવાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25થી 30 ઓક્ટોબર વચ્ચે તમામ કર્મચારીઓને એડવાન્સ પગાર ચૂકવી દેવામાં આવશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા ચાલુ વર્ષે દિવાળીના તહેવારોમાં કર્મચારીઓને સરકારની ગાઇડલાઇન મુજબ દિવાળી પહેલા જ એડવાન્સમાં પગાર ચૂકવી દેવાનો નિર્ણય લેવામાં આવતા કર્મચારીઓમાં આંનદની લાગણી પ્રસરી જવા પામી છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કાયમી, ફિક્સ અને રોજમદાર કર્મચારીઓ તરીકે ફરજ બજાવી રહેલા કુલ 450 જેટલા કર્મચારીયોને દર મહિને 1થી 10 તારીખમાં પગારની ચુકવણી કરી દેવામાં આવતી હોય છે. ત્યારે ચાલુ વર્ષે 4 નવેમ્બર દિવાળીનું પર્વ આવતું હોય કર્મચારીઓ પોતાના પરિવાર સાથે ઉત્સાહભેર તહેવારો માણી શકે તે માટે યુનિ દ્વારા એડવાન્સમાં પગાર ચુકવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

યુનિ દ્વારા દિવાળીના દસ દિવસ અગાઉ જ કર્મચારીઓના ખાતામાં પગાર જમા કરવામાં આવશે. યુનિવર્સિટીના અંદાજે 450 જેટલા કર્મચારીઓને ચુકવામાં આવનાર નવેમ્બર મહિનાનો કુલ 1.70 કરોડ જેટલો પગાર એકાઉન્ટ વિભાગ દ્વારા તા. 25થી 30 ઓક્ટોબરની વચ્ચે જ તમામ કર્મચારીના ખાતામાં જમા કરાવી દેવામાં આવશે. તેમ યુનિનાચીફ એકાઉન્ટ ઓફિસર એ.આર.મકવાણાએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...