તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિકાયદાનો વિરોધ:ઉત્તર ગુજરાતમાં વિસનગર સિવાય તમામ APMC ચાલુ રહશે

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પાટણ-હારિજ હાઇવે પર પોલીસે બેરીકેટ મૂકી ચેક પોસ્ટ ઊભી કરાઈ - Divya Bhaskar
પાટણ-હારિજ હાઇવે પર પોલીસે બેરીકેટ મૂકી ચેક પોસ્ટ ઊભી કરાઈ
 • ખેડૂત આંદોલનના પગલે ખેડૂતોએ આજે આપેલા ભારત બંધના એલાન વચ્ચે જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે
 • જિલ્લાનાં તમામ માર્કેટયાર્ડમાં હરાજી ચાલુ રહેશે, દેખાવ પ્રદર્શન અને હલ્લાબોલ કરનાર સામે કાર્યવાહી કરાશે

ઓલ ઇન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિ દ્વારા કૃષિ કાયદા સામે મંગળવારે ભારત બંધનું એલાન અપાયું છે. જેમાં ઉત્તર ગુજરાતમાં એકમાત્ર વિસનગર માર્કેટયાર્ડ સિવાય મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ માર્કેટયાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે. બીજી તરફ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લાભરમાં એન્ટ્રી પોઇન્ટ ઉપર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. તો રેવન્યુ અધિકારીઓ અને પોલીસની રજાઓ રદ કરી તમામને હેડ ક્વાટર હાજર રહેવા સૂચના અપાઇ છે.

બંધને પગલે કાયદો-વ્યવસ્થા જોખમાય નહિ તે માટે મંગળવારે સવારે 6:00 થી પાટણ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સ્ટેન્ડ ટુ રહેવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે થી ત્રણ ચેકપોસ્ટો ઉભી થઇ રહી છે એટલે કે 50થી વધુ ચેકપોસ્ટો ઉભી થશે. હાઇવે પેટ્રોલિંગ માટે પોલીસના 42 વાહનો સતત ફરતા રહેશ.ે સાથે હાઈવે પર ચક્કાજામ જેવા દેખાવ કરનાર સામે કડક પગલાં લેવા માટેના આદેશો કરવામાં આવ્યા છે. પોલીસ આખો દિવસ બંદોબસ્ત કરી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેની પૂર્તિ તકેદારી રાખશે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના ભાગ રૂપે પોલીસ કાફલો ખડકી દેવાયો છે.

હલ્લાબોલ કરશે તેની સામે કાર્યવાહી થશે : એસપી
જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા એ જણાવ્યું હતું કે દૂધ શાકભાજી પેટ્રોલ-ડીઝલ દવાઓ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ સપ્લાય કરતા વાહનો તેમજ એમ્બ્યુલન્સ સહિતની સેવા આપતા વાહનો કોઈપણ સંજોગોમાં સેકન્ડ માટે પણ ન અટકે તે અમારી પ્રથમ જવાબદારી રહેશે સાથે કોઈ દુકાન કે કચેરી બંધ કરાવશે કે હલ્લા બોલ કરશે કે પછી વેપારીને ડરાવવા ધમકાવવા માં આવશે તો પગલા લેવામાં આવશે.

જિલ્લાનાં તમામ માર્કેટયાર્ડ ચાલુ રહેશે
પાટણ જિલ્લા રજીસ્ટાર સુનિલા પટેલ જણાવ્યુ હતુ કે મંગળવારે પાટણ જિલ્લાની પાટણ, સિધ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી, રાધનપુર, વારાહીના માર્કેટયાર્ડમાં રાબેતા મુજબ હરાજી ચાલુ છે. જે ખેડુતો માલ લઇને આવશે તેનો હરાજી કરીને નિકાલ કરવામાં આવશે તેવી જણાવ્યુ હતુ.

વેપારી એસોસિએશને બંધને વખોડ્યું
દેશમાં હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે દેશની આસ્યાપ્ક પરિસ્થિતીને ધ્યાનમાં ખેડુતોને આસ્તક મુશ્કેલીન અનુભવવી ન પડે તેમજ સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય નુકશાન કારણ ન હોવાથી બંધ રાખવુ હિતાવ નથી તેવુ વેપારી એસોસિયન પ્રમુખ રસીકભાઇ પટેલ જણાવ્યુ હતુ.

થરાદ અને પાલનપુર માર્કેટયાર્ડ ચાલુ રહશે
થરાદ માર્કેટયાર્ડમાં ખેડૂતોને પુરતો ભાવ મળી રહે છે. માર્કેટ સમિતિ એવું બિલકુલ નથી ઇચ્છતી કે કોઈ ખેડૂત હેરાન થાય. જેથી અમે બંધમાં જોડાવાના નથી. તેમ માર્કેટયાર્ડના સેક્રેટરી બી.એમ.પટેલે જણાવ્યું હતુ.પાલનપુર માર્કેટયાર્ડના ચેરમેન ફતાભાઈ ધારીયાએ કહ્યું કે પાલનપુરના માર્કેટયાર્ડ સમિતિ બંધને પ્રોત્સાહન આપતી નથી. જેથી આ બંધમાં જોડાવાના નથી.

બંધના એલાનમાં વિસનગર એપીએમસી બંધ
ખેડૂત આંદોલનના પગલે ખેડૂતોએ મંગળવારે આપેલા ભારત બંધના એલાન વચ્ચે મહેસાણા જિલ્લાના 9 પૈકી માત્ર વિસનગર એપીએમસીએ ખેડૂતોના આંદોલનને સમર્થન આપતાં બંધ પાળવાનો નિર્ણય લીધો છે. એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટયાર્ડ ઉપરાંત મહેસાણા, કડી, વિજાપુર, ખેરાલુ સહિતના માર્કેટયાર્ડ ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો