તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પાટણમાં દારૂ વેચાણના રૂ.7.38 લાખ રોકડ સાથે દારૂ પકડાયો,2 ઝડપાયા

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પાટણમાં ગાયત્રી મંદિર રોડ પર જીઇબી પાસે દેવર્ષિ કોમ્પલેક્ષ પાસેથી રૂ.89,256ના પરપ્રાંતિય દારૂનો જથ્થો ભરેલી વાન (જીજે 24 કે1478)સાથે કાજીવાડાના મેહુલ ઉર્ફે મનીશ નરેશભાઈ પ્રજાપતિને પકડ્યો હતો.પૂછપરછ કરતા દારૂનો જથ્થો તેના બનેવી માધવનગરમાં રહેતા જયેશભાઈ મનસુખભાઈ પ્રજાપતિનો છે તે ત્યાં નોકરી કરે છે. બાદમાં પોલીસે તેને સાથે રાખી જયેશ પ્રજાપતિની ઓફીસ પર છાપો મારી સાગરીત ગિરીશ પૂનમચંદ હિરાણીને પકડી તેની પાસેથી રૂ13,200 રોકડા, દારૂની 1 બોટલ અને દારૂના વેચાણના રૂ 7,15 લાખ રોકડા મળ્યા હતા.

પરપ્રાંતિય દારૂનો કારોબાર પાટણનો બુટલેગર જયેશ પ્રજાપતિ ચલાવતોનો પર્દાફાશ થયો છે.પોલીસે રોકડ સહિત 6 મોબાઈલ, 2 વાહન મળી કુલ રૂ.10,25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.દારૂનો જથ્થો રાજસ્થાનના આશિષ ઉર્ફે આસુમલ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ પાસેથી મંગાવે અને આશિષ અગ્રવાલનો માણસ મનોહરસિંહ આપી જાય છે. આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે જયેશ પ્રજાપતિ સહિત 5 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો