ગુજરાતના ઐતિહાસિક શહેર પાટણમાં એરપોર્ટના નિર્માણ માટે ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની શુભેચ્છા મુલાકાત કરીને અમદાવાદના સાંસદ ર્ડા. કિરીટભાઈ સોલંકીએ એક પત્ર આપ્યો હતો. તેમણે પાટણ શહેર એ વર્લ્ડ હેરિટેજ, રાણકિવાવ, સહસ્ત્રલિંગ સરોવર, વીર મેઘમાયા વિશ્વ સ્મારક, પટોલા, વડનગરનું તોરણ, સિદ્ધપુરમાં રુદ્રમહાલય, મોઢેરાનું સૂર્યમંદિર, શક્તિપીઠ અંબાજી, બેચરાજી પ્રવાસી સરકીટ અને તે પાકિસ્તાન સાથે પણ બોર્ડર એરિયાની દ્રષ્ટિએ મહત્વનું છે તેથી પાટણમા એરપોર્ટનુ નિર્માણ કરવામાં આવે તેવો ભાર મૂક્યો હતો. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ હકારાત્મક અભિગમ દાખવી પાટણ ખાતે એરપોર્ટ બને તે માટે આગળની કાર્યવાહી કરવા અમદાવાદના સાંસદને ખાતરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.