તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પાટણમાં આહીર એકતા મંચ ગુજરાત દ્વારા દેશમાંથી ગૌહત્યા નાબુદ થાય તે માટે કલેકટરને આવેદનપત્ર આપ્યું

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૌહત્યા અટકાવવા કોઈ નક્કર પગલા લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

પાટણ જીલ્લા કલેકટર કચેરી ખાતે આહીર એકતા મંચ ગુજરાત દ્વારા રાષ્ટ્રમાતાનો દરજ્જો ધરાવતી ગૌમાતાની હત્યા અટકાવવા માટે આહીર સમાજનાં યુવાનોએ જીલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજુઆત કરી છે. તથા ગૌહત્યા અટકાવવા કોઈ નક્કર પગલા લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સમગ્ર દેશમાંથી સંપૂર્ણ ગૌહત્યા નાબુદ થાય
સમગ્ર દેશભરમાં સંપૂર્ણ ગૌહત્યા બંધ કરવા માટે છેલ્લા કેટલાક સમયથી દિલ્હીના જંતર મંતર ખાતે જીવદયા પ્રેમી અર્જુન આંબલિયા ગૌહત્યા અટકાવવા માટે ધરણા પર બેઠા છે. તેઓની મુખ્ય માંગ એ છે કે ગૌહત્યા અટકાવી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેમજ સૈનામાં આહીર રેજીમેન્ટનું ગઠન કરવામાં આવે. ત્યારે તેઓના સમર્થનમાં સમગ્ર રાજ્યમાં આહીર એકતા મંચ ગુજરાત દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્રો આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અનુસંધાને પાટણમાં આહીર એકતા મંચ ગુજરાત દ્વારા સમગ્ર દેશમાંથી સંપૂર્ણ ગૌહત્યા નાબુદ થાય તે માટે જીલ્લાકક્ષાએ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ગાયોને રાષ્ટ્રમાતા જાહેર કરવા રજુઆતો કરવામાં આવી
સરકાર દ્વારા ગૌહત્યા અટકાવવા માટે કોઈ નક્કર પગલા લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નોંધનીય છે કે અગાઉ પણ તેમના દ્વારા ગાયોને રાષ્ટ્રમાતા જાહેર કરવા રજુઆતો કરવામાં આવી હતી. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા આજદિન સુધી આ મામલે હજુ સુધી કોઈ જ નિર્ણય કરવામાં આવ્યો નથી. ત્યારે સરકાર દ્વારા આ બંને માંગણીઓનો ત્વરીત અમલ કરવામાં આવે તેવી આહીર એકતા મંચ ગુજરાતે માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...