• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • After The Death Of A Businessman In Patan, The Family Donated The Body To The Students Of The Medical College For Use In Their Studies

દેહદાન:પાટણમાં વેપારીનું અવસાન થતાં પરિવારે મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગ માટે દેહદાન કર્યું

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રવીણભાઈ પટેલના પિતા પટેલ રામાભાઇ ચેલાભાઈનું નિધન થયું હતું

પાટણ ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા અંગદાન અને દેહદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સોમવારે શહેરના મહાવીર નગર સોસાયટીમાં રહેતા વેપારીનું અવસાન થતા તેમના પરિવાર દ્વારા શાખાના વિચારોથી પ્રેરાઈ ધારપુર મેડિકલ કોલેજમાં દેહદાન કરવામાં આવ્યું હતું.

રામાભાઇ મુળ મોઢેરાના હતા
મોઢેરાના વતની અને પાટણની મહાવીર નગર સોસાયટીમાં રહેતા તથા મહાકાળી મેડિકલ સ્ટોર ધરાવતા પ્રવીણભાઈ પટેલના પિતા પટેલ રામાભાઇ ચેલાભાઈનું નિધન થતાં તેમણે ભારત વિકાસ પરિષદ પાટણ શાખાના દેહદાન, અંગદાન પ્રવૃત્તિના સંયોજક ડો.સોમપુરાનો સંપર્ક કરી ધારપુર મેડીકલ કોલેજના એનાટોમી વિભાગમાં અર્પણ કરવામાં આવ્યો તેનો ઉપયોગ તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે કરવામાં આવશે.

જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ ધારપુર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું. આ દેહદાન સમયે મૃતકના સ્નેહીજનો , શાખાના ટ્રસ્ટી અશ્વિનભાઈ પારેખ ,શાંતિભાઈ સ્વામી, પ્રમુખ પારસભાઈ ખમાર મંત્રી જીતુભાઈ ઓતિયા, કાર્યક્રમના સંયોજક ડૉ. સોમપુરા સહિત વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...