ભાજપના ઉમેદવારનો વીડિયો વાઈરલ:ડાન્સ કરતા વીડિયો બાદ લવિંગજી ઠાકોરનો ભજન ગાતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

પાટણ9 દિવસ પહેલા

રાધનપુર બેઠક પર ભાજપે અલ્પેશ ઠાકોરની જગ્યાએ પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. લવિંગજી ઠાકોર હાલ તેમના વીડિયોને લઈ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા લવિંગજીનો એક કાર્યક્રમાં ડાન્સ કરતો વીડિયો વાઈરલ થયા બાદ હવે ભજનના એક કાર્યક્રમમાં ભજન ગાતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોર અન્ય કલાકારોની સાથે ભજન ગાતા જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ એક પ્રસંગમાં અન્ય લોકોની સાથે નાચતા પણ જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...