પાટણના ચોમારપુરા પાસે નવનિર્મિત કેન્દ્રીય વિદ્યાલયની ઈમારતની ડિઝાઈનને લઈ વિવાદ સર્જાયો છે. કેન્દ્રીય વિદ્યાલયનું બિલ્ડિંગ અને બાજુમાં જ ઓડિટોરિયમનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. જે બે વર્ષથી બનીને તૈયાર થઈ ગયા છે. પરંતુ, હવે શરૂ કરવાની વાત આવી ત્યારે ખબર પડી કે બંને બિલ્ડિંગ વચ્ચેથી તો ગરનાળું પસાર થાય છે. જેના કારણે 14 બિલ્ડિંગ શરૂ કરવાની મંજૂરી ઘોંચમાં પડી છે.
જાન્યુઆરી 2017 માં અને 2020માં અહીં બિલ્ડીંગ બનાવવાની શરૂઆત થઈ હતી અને બે વર્ષમાં બિલ્ડીંગ બનીને તૈયાર થઈ ગયું. ત્યારે હવે બિલ્ડીંગની ડિઝાઇનમાં કેટલીક ત્રૂટિઓ હોવાનું જણાવતા બિલ્ડીંગને ચાલુ કરવાની કામગીરી મોકૂફ રખાઈ છે. જે તે સમયે પ્લાન બન્યો હશે ત્યારે બિલ્ડીંગની સાથે ઓડિટોરિયમની વ્યવસ્થા કરવામાં આવી હતી. બિલ્ડીંગથી ઓડિટોરિયમ 200 મીટર દૂર બનાવાયું છે અને બંને બિલ્ડીંગ તૈયાર થયા પછી હવે પ્રશ્ન એ થાય છે કે બિલ્ડીંગ અને ઓડિટોરીયમ વચ્ચે એક નાનકડું નાળું વોકળો છે જ્યાં પાણીનું વહેણ આવે છે અને અહીં પાણી સતત વહેતું હોય છે. જેને લઇ કેન્દ્રીય વિદ્યાલયના અધિકારીઓ સુરક્ષાને લઈ અહીંયા સ્કૂલ શરૂ કરવાની પરવાનગી આપતા નથી. ત્યાંરે આર એન્ડ બી ,શિક્ષણ વિભાગ, વાલીઓ ,વિદ્યાર્થીઓ ,અને શિક્ષકો અહીં અભ્યાસ કરવા માટે ગોથે ચડ્યા છે.એક નાનકડી ટેક્નિકલ સમસ્યાને લઈ અહીં અદ્યતન સુવિધા ધરાવતું બિલ્ડીંગ ભેકાર ભાસી રહ્યું છે અને જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો 14 કરોડના ખર્ચે બનેલ બિલ્ડીંગ જર્જરીત બની જાય એવી સંભાવના સેવાઇ રહી છે.
એપ્રિલ-2023 સુધી નવા મકાનમાં અભ્યાસ શરૂ કરવા વાલીઓની માંગ
માર્ચ 2023માં ધોરણ-10 માં પરીક્ષા આપનાર વિદ્યાથીઓ જ્યારે પાસ થશે ત્યારે તેઓને વિદ્યાલયમાં બેસવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે. વિદ્યાલય અહી શરૂ નહિ થાય તો અને વાલીઓના માથે ખાનગી સ્કૂલોની મોંઘીદાટ ફીનો વધારાનો ખર્ચ આવશે. ત્યારે એપ્રિલ-23 માં અહીં અભ્યાસ શરૂ થાય તેવી વાલીઓમાં માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.