પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ હાસાપુર ગામમાં ફાઈવ એલપી ભવનની પાછળનો બોર ફેલ થઈ ગયો છે. જેના લીધે આજુ બાજુની સોસાયટી યોગી નગર, ઓમનગર, સત્યમ નગર, ગોવિંદ પાર્ક, સુરમ્ય, રામવીલા, ગણેશ વિલા અને વામૈયાના પરા વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણીની બુમરાણ ઉઠી છે. જોકે આ મામલે નગરપાલિકા દ્વારા હજી સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા જેને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
નગરપાલિકાએ કોઈ પગલાં નથી લીધા
નગરપાલિકાએ આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિસ્તારના રહીશોની મુશ્કેલી દૂર કરવા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ નહી ધરવાની સાથે વિસ્તારના લોકોને પાણીના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની તસ્દી પણ ન લેતા આ વિસ્તારના લોકોમાં પાલિકા પ્રત્યે નારાજગી જોવા મળી હતી.
સમસ્યાનું તાત્કાલિક નિકાલ લાવવા માગ
પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં સર્જાયેલી પાણીની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા આ વિસ્તારને પાઇપલાઇનથી જોડી તાત્કાલિક પાણી પૂરું પાડવું જોઈએ તેવી વિસ્તારના લોકોમાં માગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.