તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મજબૂરી:પાટણમાં દોઢ વર્ષથી બેન્ડનો ધંધો બંધ થઈ જતાં કલાકારોએ બીજા વ્યવસાય શરૂ કર્યા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેન્ડના કોઈ કલાકારે કલરકામ શરૂ કર્યું તો કોઈએ રિક્ષા ચલાવવાનું નક્કી કર્યું

પાટણ શહેરમાં સામાજિક પ્રસંગો અને વરઘોડામાં બેન્ડબાજા - જનરેટ લાઇટિંગ અને નાસિક ઢોલ વાળાઓનો છેલ્લા દોઢ વર્ષથી વ્યવસાય બંધ હોઈ આર્થિક રીતે પડી ભાગતા બરોજગારીને લઇ જીવન નિર્વાહ માટે કફોડી હાલતમાં મુકાતા ન છૂટકે છૂટક અને નાની મોટી મજૂરીના કામો કરવા મજબુર બન્યા છે.

પાટણ શહેરમાં સામાજિક પ્રસંગોમાં સંગીતના કાર્યક્રમ અને વરઘોડા પર કોરોના મહામારીમાં પ્રતિબંધ મુકવામાં આવેલ હોઈ છેલ્લા દોઢ વર્ષથી બેન્ડબાજા, ઘોડી, જનરેટર લાઇટિંગ અને નાસિક ઢોલ વાળાઓનો રોજગાર પડી ભાગ્યો છે. હાલમાં તમામ વ્યવસાય શરૂ થયા હોઈ કોરોના પણ ઓછો થતાં ફરી તેમના વ્યવસાય શરૂ થાય માટે સરકાર દ્વારા સામાજિક પ્રસંગોમાં વરઘોડા, સંગીતના કાર્યક્રમોને છૂટછાટ આપવામાં આવે તેવી માંગ સાથે શુક્રવારે શહેરના બેન્ડબાજા, ઘોડી, જનરેટર લાઇટિંગ અને નાસિક ઢોલ વાળાઓએ કલેકટર કચેરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

દોઢ વર્ષથી બેન્ડ બંધ રહેતા રીક્ષા ચલાવું છું
મહેશભાઈ બારોટે જણાવ્યું હતું કે મારે રંગીલા બેન્ડ છે. પરંતુ હાલમાં બેન્ડ બંધ હોઈ અન્ય કોઈ આવકનું સાધન ન હોઈ પરિવાર ચલાવવા માટે રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું છે.ખુબ જ ખરાબ હાલત છે.શબ્દો નથી કહેવા માટે હવે બેન્ડનો વ્યવસાય શરૂ થાય તો જ જીવન ચાલે એમ છે.

હાલ કલરકામ શરૂ કર્યું
પાટણના રાવળ લાલજીભાઈએ જણાવ્યું હતું કે મારે પ્રકાશ બેન્ડ છે. પરંતુ દોઢ વર્ષથી એક પણ ઓર્ડર કર્યો ન હોય ઘરમાં પૈસાની ખુબ જ તકલીફ પડી રહી છે. ઘર ચલાવવા માટે બીજો કોઈ વિકલ્પ ન હોઈ કલરકામ કરવા જઈ રહ્યો છું. અન્ય કોઈ છૂટક મજૂરી મળે તો પણ ત્યાં જાઉં છું. સરકાર દ્વારા હવે પ્રસંગોને મંજૂરી આપવામાં આવે તો બેન્ડ સહિતના ધંધા શરૂ થાય અને અમારા સેવા કલકારોને રોજી રોટી મળી રહે

અન્ય સમાચારો પણ છે...