હોટલે તાળા મરાયા:રાધનપુરમાં લોન લીધા બાદ રકમ ભરપાઇ ન કરતા બેંક દ્વારા હોટેલને સિલ કરાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાધનપુર-પાલનપુર હાઇવે પરના સરદારપુરા ગામ નજીક આવેલી યશ હોટલના માલિક દ્વારા એયુ સ્મોલ ફાઇનાન્સ પાસેથી લીધેલી લોનની રકમ ભરપાઈ કરી ન હતી. ત્યારે મુદત વીત્યા છતાં બાકી નીકળતી રૂપિયા 1.70 કરોડની રકમ વસૂલવા બેંક દ્વારા રાધનપુર મામલતદારને સાથે રાખીને હોટલને સીલ કરી કબજો લેવામાં આવ્યો હતો.

મામલતદારને કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો હતો
રાધનપુર-પાલનપુર હાઇવે પર આવેલી યશ હોટલના માલિક દ્વારા એયુ સ્મોલ ફાઇનાન્સ પાસેથી લોન લેવામાં આવી હતી. જોકે, હોટલ માલિક દ્વારા સમયસર લોનની ભરપાઈ કરવામા નહી આવતા આવા મુદત વીતી બાકીદારો સામે બેંક દ્વારા સક્ષમ અધિકારી મારફતે તારણમાં મુકેલ મિલ્કત સિલ કરવાની કાર્યવાહી કરતા સક્ષમ અધિકારી દ્વારા જરૂરી હુકમો કરી રાધનપુર મામલતદારને કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો હતો. જેને પગલે રાધનપુર મામલતદાર ફિરોજ બાગબાન અનેએચુ ફાઈનાન્સના ઓથોરિટી ઓફિસર ઉમંગ શાહ સહિતના સ્ટાફ સાથે યશ હોટલને સિલ કરી બેંકને કબજો સોંપવામાં આવ્યો હતો.

વારંવાર નોટિસો બજાવવા છતા રકમ ભરી ન હતી
આ બાબતે એયું ફાઇનાન્સના લીગલ ઓફિસર કુતુબુદીન સિંધી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હોટેલ માલિક દ્વારા લેવામાં આવેલી લોનની રકમની ભરપાઈ કરવામા આવી ન હતી જે બાબતે વારંવાર નોટિસો બજાવવા છતા રકમ ભરી ન હતી. જેથી રૂપિયા 1.70 કરોડની વસૂલાત કરવા મિલકત જપ્તી માટે હોટલને સીલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. આ બાબતે સરફેસિંગનો કેસ ચાલતો હતો જેના સંદર્ભમાં કલેકટર દ્વારા કરવામાં આવેલા હુકમને પગલે હોટલનો કબજો બેંકને સુપ્રત કરવામાં આવ્યો હોવાનું રાધનપુર મામલતદાર ફિરોજ બાગબાન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...