મતદારોનો આભાર માનતા દિલીપ ઠાકોર:ચાણસ્મા બેઠક પર હાર્યા બાદ કહ્યું- 'આ વર્ષે ભલે હાર થઈ હોય, અહીંના જે બાકી કામો હતા તે પૂર્ણ કરાવીશ'

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હારીજ તાલુકાના જશો માવ ગામમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને 2022ના જંગમાં ચાણસ્મા બેઠક પર હારી ગયેલા દિલીપ ઠાકોરે મતદારોના આભાર માટે એક કાર્યક્રમ યોજ્યો હતો. પોતાના વિસ્તારમાં જે કામો બાકી રહી ગયા છે તે આગામી દિવસોમાં પૂર્ણ થાય તે માટે પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી.

દિલીપ ઠાકોરે તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, હું સૌ મતદાર ભાઈઓનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. કેન્દ્રમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આપણે આપણા વિસ્તારને વિકાસના કામોથી વંતો કરવાનો છે વિકાસના કામો જે કંઈ અધુરા હશે તે હું પૂર્ણ કરીશ. તમામ નાના-મોટા કાર્યકરો પદાધિકારીઓએ ભારતીય જનતા પાર્ટીને વિજય મળે તે માટે સારી મહેનત કરી હતી.

આગામી સમયમાં જે ચાણસ્મા વિધાનસભાના વિકાસના કામો કર્યા હતા તે લોકો સમક્ષ લાવીશ અને અધુરા કામ અને પૂર્ણ કરીશ તેમ જણાવ્યું હતું. આભાર દર્શન કાર્યક્રમમાં ચાણસ્મા શંખેશ્વર હારીજ ના ભાજપના કાર્યકરો પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...