• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • After Hearing The Objection Petitions Of 253 Property Owners At Patan Municipality, 210 Petitions Were Disposed Of Amicably.

વાંધા અરજીની સુનાવણી:પાટણ નગર પાલિકા ખાતે 253 મિલકતદારોની વાંધા અરજીની સુનાવણી બાદ 210 અરજીઓનો સુખદ નિકાલ કરાયો

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નં.1થી 5ના મિલકતદારોની વાંધાઅરજીની સુનાવણી હાથ ધરાઈ હતી

પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે શહેરના મિલ્કતદારોની મિલકતની આકારણી બાદ જે મિલ્કતદારોને વાંધો હોય તેવા અરજદારોની વાંધા અરજીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પાલિકા ના 14 વોર્ડ પૈકી આજે વોર્ડ નં.1થી 5ના મિલકતદારોની વાંધાઅરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં મોટાભાગની અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

પાટણ નગરપાલિકા દ્વારા પ્રતિવર્ષે શહેરના તમામ મિલ્કતદારોની મિલ્કતોની આકારણ અને માપણીની કામગીરી હાથ ધરવામાં આવે છે.અને આ કામગીરી પૂર્ણ થયા બાદ તેની આકારણી પરથી વેરા વસુલાત નકકી કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા દ્વારા આકારણીની કામગીરી પુર્ણ થયા બાદ જે પણ મિલ્કતદારોને પોતાની આકારણી અંગે વાંધો હોય તેવા મિલ્કતદારો દ્વારા વાંધા અરજી કરવામાં આવી હતી.

જે પૈકી નગરપાલિકાને શહેરના 1 થી 14 વોર્ડની 625 વાંધાઅરજીઓ મળી હતી. ત્યારે આજે પાલિકાના સભાખંડ ખાતે કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં વોર્ડ નં.1 થી 5 ના મિલ્કતદારોની વાંધાઅરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં 253 જેટલા મિલ્કતદારોની વાંધાઅરજીની સુનાવણી બાદ 210 જેટલી અરજીઓનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં નગરપાલિકાના અધિકારીઓ, વેરાશાખા અધિકારી તેમજ 1 થી 5 વોર્ડના સ્થાનીક કોર્પોરેટરો ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...