સાઇબર ક્રાઇમ:પાટણની મહિલાના મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂ. 85 હજાર સેરવી લીધા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂ. 200 કપાયેલા પરત મેળવવાની લ્હાયમાં 85 હજાર ગુમાવ્યા
  • પાટણ સાયબર ક્રાઇમમાં અરજી આપતાં ઝારખંડના બે શખ્સો સામે ગુનો

પાટણ શહેરમાં રહેતી મહિલાના ખાતામાંથી કપાયેલા રૂપિયા પરત લાવવા માટે કસ્ટમર કેરનો સંપર્ક online કસ્ટમર કેરના કર્મચારી હોવાની ખોટી ઓળખ આપીને બે શખ્સોએ મહિલાના મોબાઈલમાં એની ડેક્સ ડાઉનલોડ કરાવી તમને પૈસા પરત મળશે તમારા ખાતુ ચેક કરો તેમ કઈ પાસવર્ડ જાણી લઈએ રૂ. 85હજારની છેતરપિંડી કરી હોવાની મહિલાએ પાટણ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ આધારે ઝારખંડમાં બે શખ્સો પ્રાથમિક તપાસમાં આ છેતરપિંડી કરી હોવાનું મુલાકાત કરનાર બે શખ્શો સામે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

પાટણ શહેરમાં રહેતા માનસીબેન પૂર્વીતકુમાર મોદી તેઓની સાથે તારીખ 25/07/2021ના રોજ તેઓના ઓનલાઇન રૂ.200 કપાયા હતા તે પરત લાવવા સારું માનસી બેનની online ગુગલ પરથી નંબર મેળવી તેઓનો સંપર્ક કર્યો હતો ત્યારે પે-યુ કસ્ટમર કેર ના કર્મચારી તરીકે ની ખોટી ઓળખ ઊભી કરી મહિલા ના મોબાઈલ માં એનીડેક્સ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમના ખાતું ચેક કરવા કહીને ઓનલાઇન પાસવર્ડ જાણી લઈ ને તેમના ખાતામાંથી રૂ. 85330 ની છેતરપિંડી કરી હતી આ અંગે મહિલાએ પાટણ સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી.

અરજી આધારે પોલીસે તપાસમાં ઝારખંડ પોલીસના હાથમાં બે શખ્સો આવ્યા હતા તેઓએ પાટણની મહિલા સાથે કરેલ છેતરપિંડી પ્રાથમિક કબૂલાત આધારે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે શખ્શ અન્સારી તાજમૂલ કર્મુલ મિયા અને અન્સારી આરીફ રાજા સમાઉન રહે. બંને શખ્સો સારઠથાના રાજ્ય ઝારખંડ સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પી.આઈ. એ.સી.પરમારે જણાવ્યું હતું. હાલમાં પ્રાથમિક તપાસમાં કરેલી કબૂલાત આધારે ગુનો નોંધાયો વધુ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...