ભાસ્કર એનાલિસિસ:નવા સીમાંકન પછી પાટણમાં ભાજપના મત 50%થી વધુ ઘટ્યા,સિદ્ધપુરમાં કોંગ્રેસના વધ્યા

પાટણ10 દિવસ પહેલાલેખક: જનક રાવલ
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવા સીમાંકનમાં સિદ્ધપુર, વાગડોદ, પાટણ, ચાણસ્મા, સમી અને રાધનપુર બેઠકમાં ઘટાડો કરીને 4 બેઠક કરી હતી
  • ચાણસ્મા બેઠક પર છેલ્લી 3 ચૂંટણીમાં ભાજપ જીત્યું છતાં કોંગ્રેસના મત વધ્યા,જ્યારે રાધનપુરમાં ભાજપના મતમાં ઘટાડો,કોંગ્રેસના મતમાં વધારો થયો હતો

પાટણ જિલ્લામાં વિધાનસભાની ચાર બેઠકો માટે ચૂંટણી થવાની છે જેમાં કોણ જીતશે અને કોણ હારશે.ભાજપ ફાવી જશે કે કોંગ્રેસ અને આપ પાર્ટી કેવી તાકાત દેખાડશે તે તરફ સૌની મીટ મંડાઈ છે .પાછલી ચૂંટણીમાં પાટણ રાધનપુર અને સિદ્ધપુર બેઠક કોંગ્રેસે જીતી હતી જ્યારે ચાણસ્મા બેઠક ભાજપે જાળવી રાખી હતી. રાધનપુર અને પાટણ બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી હતી.આ વખતે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ચારે ચાર બેઠકો કબજે કરવા મથામણ અને દાવા કરી રહ્યા છે ત્યારે2012થી અમલી થયેલા નવા સીમાંકન પછી બંને મુખ્ય રાષ્ટ્રીય પક્ષોના વોટ શેરમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે.

નવા સીમાંકન પછીની બે ચૂંટણીમાં વર્ષ 2012 અને 2017માં પાટણ બેઠક ઉપર ભાજપના વોટ શેર ઘટીને 50%થી નીચે આવી ગયા છે જ્યારે કોંગ્રેસમાં 50% થી વધી ગયો છે. સિદ્ધપુરમાં બંને ચૂંટણીમાં 50 ટકા કરતાં વધારે મત મેળવીને વિજેતા રહ્યો છે. ચાણસ્મા બેઠક ઉપર ભાજપે વિજય મેળવીને બેઠક તો જાળવી રાખી છે પરંતુ તેના વોટ શેરમાં સતત બે ચૂંટણીમાં ઘટાડો થયો છે. જ્યારે રાધનપુરમાં ભાજપને મળેલા મતમાં ઘટાડો અને કોંગ્રેસના મતમાં વધારો થયો હતો.

વર્ષ 2012ની ચૂંટણી યોજાઈ તે અગાઉ નવું સીમાંકન અમલમાં આવ્યું હતું. જેમાં જિલ્લાની સિદ્ધપુર, વાગડોદ, પાટણ, ચાણસ્મા, સમી અને રાધનપુર આ 6 બેઠકમાં ઘટાડો કરીને 4 બેઠક કરી હતી. વાગડોદ અને સમી બેઠક રદ કર઼ી હતી પરંતુ આમ કરવા માટે વાગડોદ મત વિસ્તારના ગામોને પાટણ અને સિદ્ધપુર વિધાનસભામાં ભેળવી દેવાયા હતા.જ્યારે સમી મત વિસ્તારના ગામોને ચાણસ્મા અને રાધનપુર બેઠકમાં વહેંચયા હતા.

નવા સીમાંકન મુજબ રાધનપુર મત વિસ્તારમાં રાધનપુર અને સાંતલપુર તાલુકા કેસરગઢ ગામ સિવાય તેમજ સમી તાલુકાના ગામોનો સમાવેશ કરેેલો છે. ચાણસ્મા મતવિસ્તારમાં હારિજ અને ચાણસ્મા તાલુકાના ગામો સમાવિષ્ટ કર્યા છે.જેમાં કેટલાક ગામો પાટણમાંથી વિસ્તારમાંથી ચાણસ્મા વિધાનસભામાં અને વીરતા તેમજ ગોરાદ ગામો મહેસાણા વિધાનસભામાં ગયા હતા. પાટણ મતવિસ્તારમાં પાટણ તાલુકાના અને સરસ્વતી તાલુકાના કેટલાક ગામો આવી જાય છે.જ્યારે સિદ્ધપુર મત વિસ્તારમાં સિદ્ધપુર તાલુકો તેમજ સરસ્વતી તાલુકાના કેટલાક ગામો સમાવેશ કરવામાં આવેલા છે.

જેટલા વધારે ઉમેદવાર હોય તેટલા વચ્ચે મત વહેંચાઈ જવા સ્વાભાવિક
રાજકીય પક્ષોના દેખાવ અંગે પ્રબુદ્ધ અગ્રણી અને સમીક્ષક ભરતભાઇ રાવલના જણાવ્યા મુજબ જેટલા વધારે ઉમેદવાર હોય તેટલા ચહેરા વચ્ચે મત વહેંચાઈ જતા હોય છે જેમાં ભાજપ અને કોંગ્રેસ કે બીજા રાજકીય પક્ષની વોટબેંકમાં ગાબડા પડી જાય છે. જ્ઞાતિવાદી વોટબેંકમાં ગાબડા પાડવા માટે અપક્ષ ઉમેદવારો પણ ઊભા રહે છે અથવા તો તેમને ઊભા રાખવામાં આવે છે.જેના કારણે જીતવા છતાં પાછલી ચૂંટણીના મતની તુલનાએ મતની સંખ્યા ઓછી થતી હોય છે.મતની સંખ્યા ઓછી થવી એ પક્ષની છબી માટે પ્રતિકૂળ ગણવામાં આવે છે જોકે આવી સ્થિતિ દરેક ચૂંટણીમાં રહેતી નથી.

પાટણ જિલ્લામાં પાછલી 4 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને મળેલા મત

પાટણ બેઠક
વર્ષભાજપકોંગ્રેસ
200251.87%48.13%
200750.42%44.42%
201241.08%37.49%
201740.86%54.10%
રાધનપુર બેઠક
વર્ષભાજપકોંગ્રેસ
200250.24%42.26%
200745.72%18.13%
201245.90%43.37%
201739.96%48.33%
ચાણસ્મા બેઠક
વર્ષભાજપકોંગ્રેસ
200227.66 %45.16
200753.50%34.78%
201251.88%41.42%
201741.32%36.71%
સિદ્ધપુર બેઠક
વર્ષભાજપકોંગ્રેસ
200245.65%54.35%
200748.41%46.17%
201238.13%54.09
201742.03%52.24%

પાટણ બેઠક: પાટણ વિધાનસભામાં 2002 થી 2012 સુધી ભાજપ જીત્યું હતું પરંતુ તેના વોટ શેરમાં સતત ઘટાડો નોંધાયો હતો. છેલ્લે 2017માં કોંગ્રેસના વોટ શેર 50%થી વધી ગયો હતો. છેલ્લે 4 ચૂંટણીમાં ભાજપને નવા સીમાંકન પહેલા બે વખત 50%થી વધારે મત મળ્યા હતા.જોકે તે પછી તેના મતમાં ઘટાડો થયો છે.

રાધનપુર બેઠક​​​​​​​: રાધનપુર બેઠક પર 2002માં ભાજપના વોટમાં 5%નો વધારો થયો હતો.જોકે કોંગ્રેસના વોટમાં 20%નો વધારો થયો હતો.આ પછીની બંને ચૂંટણી ભાજપ જીતી હતી.પરંતુ તેના મતમાં 5%નો ઘટાડો થયો હતો 2007માં અપક્ષ મેદાનમાં હોઈ કોંગ્રેસ ત્રીજા નંબરે રહેતા તેના મતમાં 23 ટકા ઘટાડો થયો હતો. પરંતુ 2012માં હાર થવા છતાં 23 ટકાનો વધારો થયો હતો છેલ્લી ચૂંટણીમાં 5 ટકા વોટ વધારે મળ્યા હતા.

ચાણસ્મા બેઠક : ચાણસ્મા વિધાનસભામાં 2002માં કોંગ્રેસ પક્ષ જીત્યો હતો એ વખતે ભાજપના મત 13 ટકા ઘટી ગયા હતા. જ્યારે કોંગ્રેસના 12% વધી ગયા હતા. 2007માં અને 2012માં ભાજપના મત બે ટકા ઘટ્યા હતા. જ્યારે કોંગ્રેસના વોટ 7 ટકા હારવા છતાં વધ્યા હતા. 2017માં ભાજપ જીત્યું હતું પરંતુ તેના મતમાં 10%નો ઘટાડો થયો હતો જ્યારે કોંગ્રેસના મત પાંચ ટકા ઘટ્યા હતા.

સિદ્ધપુર બેઠક : સિદ્ધપુર વિધાનસભામાં નવા સીમાંકન પહેલા કોંગ્રેસ અને ભાજપ એક એક વખત વિજેતા થયા હતા.જ્યારે નવા સીમાંકન પછીની બંને ચૂંટણી કોંગ્રેસે જીતી છે. 2002માં ભાજપ હાર્યું હતું પરંતુ તેના વોટ શેરમાં 3 ટકા વધારો થયો હતો,2007માં 3 ટકા વધ્યા હતા.2012માં 10% ઘટી ગયો હતો. 2017માં ભાજપ હારવા છતાં મતમાં 4 ટકાનો વધારો થયો હતો,સામે 2017માં કોંગ્રેસ મતમાં 2 ટકાનો ઘટાડો થયો હતો. કોંગ્રેસ 3 વખત 50%થી વધારે મત મેળવી શકી હતી.

અન્ય સમાચારો પણ છે...