સિદ્ધપુરની મહિલાને મહેસાણા તાલુકાના રાજપુરના પતિ સહિત સાસરિયાંએ ત્રાસ આપીને 50,000 દહેજ માંગી ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ પતિએ બીજા લગ્ન કરી લીધા હોવાની સિદ્ધપુર પોલીસ મથકે પતિ સહિત 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. સિદ્ધપુરની દીકરી તારીયાબેન વાઘાભાઇ મીર (ઉ.વ.34)ના લગ્ન 11 વર્ષ અગાઉ મહેસાણા તાલુકાના રાજપુરના યુનુશભાઇ વગતાભાઇ મીર સાથે થયા હતા. લગ્નજીવન દરમ્યાન 9 વર્ષનો પુત્ર છે.
સસરા અને દિયર અવાર નવાર જેમ ફાવે તેમ બોલીને પતિની કાન ભંભેરણી કરતાં મહિલાને તેનો પતિ શારીરીક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતો હતો. અને દહેજ પેટે રૂ.50,000ની માંગણી કરી કહ્યું કે તુ પૈસા નહિ આપે તો બીજી મહિલા સાથે નિકાહ પઢી લઇશ તેવું કહીને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ તેના પતિએ બીજા લગ્ન કરી લીધેલાં હતા. આ અંગે પરિણીતાએ સિદ્ધપુર પોલીસ મથકે પતિ, સસરા, બે દિયર અને બીજી પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી UHC ભરતસિંહ અભેસિંહ હાથ ધરી હતી.
આમની સામે ફરિયાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.