ફરિયાદ:નાનાપુરાની પરિણીતાનું અપહરણ કરી દેવ ગામના શખ્સે ખંડણી માંગી

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પતિઅે પોલીસ કર્મચારી સહિત 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી

રાધનપુર તાલુકાના નાનાપુરાથી પરિણીતાનું અપહરણ કરી પરત અાપવા બાબતે તેના પતિ પાસે પૈસાની માંગી જાનથી મારી નાખવાની ધમકીઅો આપતાં રાધનપુર પોલીસ મથકે દેવ ગામના શખ્સ, તેના બહેન-બનેવી અને પોલીસ કર્મચારી સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. નાનાપુરા ખાતે રહેતા સંજયકુમાર અરજણભાઇ ચૌધરીના લગ્ન સમાજના રિતી રીવાજ મુજબ 17/02/2022ના રોજ થયા હતા.ત્યારે 27/05/2022ના રોજ 5 શખ્સોઅે ભેગા મળી પુર્વ આયોજિત કાવતરૂં રચીને પત્નીને ઘરેથી કંઇ કહ્યા વગર દેવ ગામનો ચૌધરી જયંતીભાઈ રાજાભાઈ બાઇક પર બેસાડી ભગાડી ગયા હતા.

બાદમાં સંજય અને તેના સંબધીઅોને મોબાઇલ ફોન ઉપર સંપર્ક કરીને તેમજ રૂબરૂમાં મળી તેમની પત્ની પરત અાપવાના બદલામાં આર્થિક માંગણી કરતા હતા. જેમાં પોલીસ કર્મચારી ચૌધરી અજયભાઈ નરસીભાઈ રહે.અબડાસણે ખર્ચ પેટે રૂ.6000 ફોન પેથી મેળવી વધારેની માંગ કરી હતી. આ મામલે સંજય ચૌધરીએ રાધનપુર પોલીસ મથકે ચૌધરી મહેશભાઈ સુખાભાઈ રહે.જાવંત્રી, ચૌધરી જયંતીભાઈ રાજાભાઈ રહે.દેવ, ચૌધરી સંગીતાબેન જયંતીભાઈ રહ.દેવ, ચૌધરી હેનીલ નરસીભાઈ રહે.અબડાસણ અને ચૌધરી અજયભાઈ નરસીભાઈ રહ.અબડાસણ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...