• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • After A Decade, The Government Gave An Opportunity To Legalize Constructions, Online Application Can Be Made, Increase In Charges

માર્ગદર્શન:બાંધકામો કાયદેસર કરવા માટે દશકા પછી સરકારે તક આપી,ઓનલાઈન અરજી કરી શકાશે,ચાર્જમાં વધારો

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વટહુકમના અમલીકરણ અને તેની કાર્યપદ્ધતિ અંગ માર્ગદર્શન અપાયું

રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામો કાયદેસર કરવા માટે વધું એક તક આપી છે જેમાં તેના માટેની ફીમાં વધારો કર્યો છે. આ યોજનામાં ઓનલાઇન અરજી કરી શકાય છે અને તેના અમલીકરણ માટે કેવી રીતે કામગીરી કરાશે તે માટે નગરપાલિકા સંબંધિત કર્મચારીઓને તાલીમ આપી છે.અમદાવાદ ખાતે મુખ્ય નગર નિયોજકની કચેરીમાં તાજેતરમાં માર્ગદર્શન સેમિનાર રાખ્યો હતો. જેમાં બિન અધિકૃત બાંધકામો કાયદેસર કરવાના વટહુકમના અમલીકરણ અને તેની કાર્યપદ્ધતિ અંગે અધિકારી અને સંબંધિત વિભાગના કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં પાટણ નગરપાલિકાના કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો .

પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા માટેની ઇમ્પેક્ટ ચાર્જ વધારો કર્યો છે. સરકાર દ્વારા જે મુદત નક્કી કરી છે તે સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિ લાભ લઈ શકે છે. સરકાર દ્વારા વટહુકમ બહાર પાડ્યો હતો.

ત્યારથી 4 મહિના સુધીમાં એટલે કે 17 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી‎ શકાશે. કોમર્શિયલ પાર્કિંગ માટે નિયંત્રણ લાઈનને ધ્યાનમાં લેવાશે.‎ રકાયદેસર બાંધકામ કાયદેસર કરવા માટે આ છેલ્લી તક આપી છે.‎ ​​​​​​મિલકતો ધારકોને રહેણાંકમાં કોમર્શિયલ બાંધકામ તેમજ માર્જિન ભંગ‎​​​​​​​ થયો હોય તેવા કિસ્સામાં સરકારની યોજના અંગે માહિતગાર કરવા માટે‎ સૂચના આપી છે.

પાટણ શહેરમાં અમલીકરણ અંગે પાલિકાના સૂત્રોએ‎​​​​​​​ જણાવ્યું કે ઓનલાઇન એપ્લિકેશન માટે પ્રોસેસ ચાલુ છે .તેમાં અરજી‎​​​​​​​ આવે સ્થળ તપાસ કરી યોગ્ય લાગે તો પ્લાન અપલોડ કરવાનો હોય છે‎ અને તેના આધારે ફાઈનલ લેટર જનરેટ થાય છે. જોકે શહેરમાં હજુ‎​​​​​​​ ઓનલાઇન અરજી મળી નથી.‎

બાંધકામો કાયદેસર કરવા માટે નિયત ફી

વિસ્તારવર્ષ-2011વર્ષ-2022
50 ચો.મી.સુધીરૂ.2000રૂ.3000
50થી 100 ચો.મી સુધીરૂ.4000રૂ.6000
100થી 200 ચો.મી.રૂ.8000રૂ.12000
200થી 300 ચો.મી.રૂ.12000રૂ.18000

(300 ચોરસ મીટરથી વધુ બાંધકામો માટે વધારાના પ્રત્યેક ચોરસ મીટર દીઠ રૂ.100થી વધારીને 150 કર્યા છે)

અન્ય સમાચારો પણ છે...