તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં 8 દિવસ બાદ સાંતલપુર તાલુકા દાત્રાણામાં 1 કોરોનાનો કેસ નોંધાયો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 વર્ષની યુવતીનો કોરોના પોઝટિવ રિપોર્ટ આવ્યો
  • જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 10 હજાર 661 પર પહોંચ્યો

પાટણ જિલ્લામાં છેલ્લા 8 દિવસ બાદ ફરી આજે સોમવારે સાંતલપુર તાલુકામાં કોરોનાનો એક નવો કેસ નોંધાયો હતો. જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 10 હજાર 661 પર પહોંચ્યો હોવાનું આરોગ્ય વિભાગ એ જણાવ્યું હતું.

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. પાટણ જિલ્લામાં છેલ્લા 8 દિવસ થી એકપણ કેસ નોંધાયો નથી. આજે સોમવારે સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામા 20 વર્ષની યુવતી નો રિપોર્ટ કોરોના પોઝટિવ આવતા તંત્ર સજાગ બન્યું છે.

હાલમાં 03 દર્દીઓ હોમ આઇસોલેસનમાં છે. 999 દર્દીઓના સેમ્પલ પેન્ડિગ છે. તો કોરોનાની સારવાર દરમિયાન અત્યાર સુધી 109 દર્દીઓના મોત નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...