તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરાજીનો પ્રારંભ:પાટણમાં 7 દિવસના મીની વેકેશન બાદ ખેડૂતોને માલ વેચાણ માટે ફરી માર્કેટયાર્ડના દ્વાર ખુલ્યા

પાટણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
મીની વેકેશન બાદ ફરી શુક્રવારે માર્કેટયાર્ડના દ્વાર ખેડૂતો માટે ખુલ્યા - Divya Bhaskar
મીની વેકેશન બાદ ફરી શુક્રવારે માર્કેટયાર્ડના દ્વાર ખેડૂતો માટે ખુલ્યા
 • હિસાબી કામગીરીને લઇ 25 માર્ચથી 31 માર્ચ સુધી માર્કેટયાર્ડમાં રજા રાખવામાં આવી હતી

પાટણ માર્કેટયાર્ડમાં નાણાકીય વર્ષના અંત હોઈ હિસાબી કામગીરીને લઇ મીની વેકેશન બાદ ફરી શુક્રવારે માર્કેટયાર્ડના દ્વાર ખેડૂતો માટે ખુલ્યા હતા. પ્રથમ દિવસે ખેડૂતોના માલની વેપારીઓ દ્વારા શુભ મુહર્તમાં હરાજીનો પ્રારંભ કરી માલની ખરીદી શરૂ કરી હતી. વિવિધ માલોની 300થી 5000 સુધીની બોરીઓની આવક થઇ હતી. જેમાં સૌથી વધુ એરંડાના માલની આવક થઇ હતી.

પાટણ માર્કેટયાર્ડમાં માર્ચ એન્ડિંગને લઇ હિસાબી વર્ષનો અંત થતો હોઈ 25 માર્ચથી 31 માર્ચ સુધી માર્કેટયાર્ડમાં મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે મીની વેકેશન પૂર્ણ થતા શુક્રવારથી ફરી માર્કેટયાર્ડ ધમધમતા થયા હતા. જેમાં વહેલી સવારથી જ ખેડૂતોની માલ વેચવા માટે ચહલ પહલ જોવા મળી હતી. 9 વાગ્યાના શુભ મુહર્તમાં વેપારીઓ દ્વારા ફરી રાબેતા મુજબ ખેડૂતોના માલની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે જીરાની 314 બોરીઓ આવી હતી, જેનો ભાવ 1800થી 2600, વરિયાળીની 231 બોરી, ભાવ 1000થી 2050, રાયડાની 1595 બોરી ભાવ 980થી 1100 એરંડાની સૌથી વધુ 4882 બોરીઓની આવક અને 940થી 980 રૂપિયાના ભાવ પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો