ચૂંટણી:પાટણ મતવિસ્તારમાં 45 વર્ષ પછી મતદાન 70%થી વધ્યું

પાટણ3 મહિનો પહેલાલેખક: જનક રાવલ
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિધાનસભાની ચૂંટણીમાં કચકચાવીને મતદાન કરવામાં સિદ્ધપુરના મતદારો કાયમથી મોખરે

વિધાનસભા ચૂંટણીનો મહાસંગ્રામ હવે અંતિમ ચરણ તરફ આગળ ધપવા શરૂ થયો છે. જેમાં પાટણ જિલ્લાના કુલ 1172653 મતદારો તેમના કિંમતી મત થકી 4 બેઠકોના ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી કરનાર છે. આ વખતે મહત્તમ મતદાન થાય તેવા પ્રયાસો કરાઇ રહ્યા છે. ત્યારે જિલ્લાની 4 બેઠકોમાં કચકચાવીને સૌથી વધુ મતદાન સિદ્ધપુર મત વિસ્તારમાં થવા પામ્યું છે. જ્યારે પાટણ વિધાનસભા મતવિસ્તારમાં 45 વર્ષ પછી પાછલી ચૂંટણીમાં 70%થી વધારે મતદાન થયું હતું.

1980માં 92. 19% ઊંચું મતદાન થયું હતું
જિલ્લામાં વિધાનસભા ચૂંટણીના મતદાન પર નજર કરતા પાટણ વિધાનસભા મતવિસ્તારમાં 1967માં 72. 63 ટકા મતદાન થયું હતું તે પછી ટકાવારી તેનાથી ઓછી રહી હતી.2012માં નવીન સીમાંંકન અમલી આવતા તે પછી મતદાન વધ્યુ હતું.જ્યારે છેલ્લે 2017માં 45 વર્ષ પછી 70. 26 ટકા જંગી મતદાન થયું હતું.જોકે, જુના મતદાનનો રેકોર્ડ હજુ તૂટ્યો નથી. સૌથી ઊંચા મતદાનમાં સિદ્ધપુર બેઠક આવે છે.જ્યાં 1980માં 92. 19% ઊંચું મતદાન થયું હતું.જે આજ સુધીનો પાટણ જિલ્લાનો વિધાનસભાનો રેકર્ડ છે.

રાધનપુર મતવિસ્તારમાં માત્ર એક વખત 70% થી વધુ મતદાન નોંધાયું
સિદ્ધપુર મત વિસ્તારમાં આઠ વખત ૭૦ ટકાથી વધુ મતદાન નોંધાયું છે ચાણસ્મા વિધાનસભા મત વિસ્તારમાં છ વખત અને રાધનપુર મતવિસ્તારમાં માત્ર એક વખત 70% થી વધુ મતદાન નોંધાયું છે. અત્યાર સુધીમાં પાટણ વિધાનસભામાં મહત્તમ ૭૨.૬૩ ટકા,સિદ્ધપુરમાં ૯૨.૧૯ ટકા, ચાણસ્મામાં મહત્તમ ૭૬.૭૧ ટકા જ્યારે રાધનપુરમાં મહત્તમ ૭૨.૬૮ ટકા મતદાન થયેલું છે.

વધુ મતદાન થાય તેવી જાગૃતિ કેળવવા પ્રયાસો
​​​​​​​ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત પછી પ્રચાર જોવા મળી રહ્યો છે. જોકે કેટલુ ઊચું મતદાન થાય છે તે તરફ સૌની મીટ મંડાઇ છે. હવે લોકો જાગૃત થયા છે અને તંત્ર દ્વારા મતદાન વધુ થાય તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. અવસર રથ ફેરવી રહ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા આ વખતે 75થી 80 ટકા જેટલું વધુ મતદાન થાય તેવી જાગૃતિ કેળવવા પ્રયાસો ચાલી રહ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું.

કઇ બેઠક પર 70%થી વધુ મતદાન પર ઝલક

સિદ્ધપુર (8 વખત)
૧૯૭૫

૭૨.૯૩ %

૧૯૮૦

૯૨.૧૯ %

૧૯૮૫

૭૧.૩૩ %

૧૯૯૫

૭૧.૭૪ %

૨૦૦૨

૭૫.૦૪ %

૨૦૦૭

૭૧.૫૪ %

૨૦૧૨

૭૬.૯૫ %

૨૦૧૭

૭૦.૯૮ %

રાધનપુર(1 વખત)
૧૯૯૫

૭૨.૬૮ %

ચાણસ્મા (6 વખત)
૧૯૭૫

૭૩.૧૫%

૧૯૮૦

૭૨.૫૩ %

૧૯૮૫

૭૬.૭૧ %

૧૯૯૫

૭૪.૦૪ %

૧૯૯૮

૭૫.૯૬ %

૨૦૦૨

૭૨.૭૮ %

પાટણ (2 વખત)
૧૯૬૭૭૨.૬૩ %
૨૦૧૭૭૦.૨૬ %
અન્ય સમાચારો પણ છે...