આપઘાત:સિદ્ધપુર-કાકોશી ફાટક પાસે કિશોરી દવા પી જતાં મોત

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુર કાકોશી ફાટક પાસે તાલુકાના લુખાસણ ગામની 14 વર્ષની કિશોરીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેનું મોત થયું હતું. આ અંગે કિશોરીના પિતાએ સિદ્ધપુર પોલીસ મથકે ખબર આપતા પોલીસે અકસ્માત મોત નોંધ કરી હતી. સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામે રહેતી 14 વર્ષની કિશોરી તેજલબેન સુરેશભાઈ નાઇકાએ સિદ્ધપુર કાકોશી ફાટક પાસે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેનું મોત થયું હતું. આ અંગે તેણીના પિતા સુરેશભાઈએ સિદ્ધપુર પોલીસ મથકે ખબર આપતા પોલીસે અકસ્માત મોત નોંધ કરી હતી. જેની તપાસ પીએસઆઇ એમ એમ માળીએ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...