પાટણ એનજીઇએસ કેમ્પસની એમ.એન.સાયન્સ કોલેજ ખાતે બીએસસી સેમ.1માં વિધાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરી શરુ કરવામાં આવી છે. પ્રથમ સેમમાં મંજૂર કરાયેલી 369 સીટો ઉપર વિધાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર થયા બાદ યુનિવર્સિટી સંલગ્ન સાયન્સ કોલેજો સહિત સરકારી સાયન્સ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. જે અનુસંધાને પાટણી એમ.એન.સાયન્સ કોલેજમાં બી.એ.સેમ.1માં તા.21 મેથી 31મી મે સુધી ઓનલાઇન ફોર્મ ભરવાની શરુઆત કરવામાં આવી હતી. જેમાં તા.1 જૂનથી 6 જુન સુધી ઓનલાઇન ફોર્મ જમા કરાવ્યા હોય તેવા વિધાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવ્યો છે.
બે ગ્રૂપમાં 21થી 31 મે સુધીમાં જે વિધાર્થીઓએ ઓનલાઇન ફોર્મ જમા કરાવ્યા હોય અને 500માંથી 300થી વધુ માર્કસ મેળવ્યા હોય તેવા વિધાર્થીઓને સીધો પ્રવેશ આપવામાં આવ્યો છે.
સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 360 સીટો પૈકી એમ.એન.સાયન્સ કોલેજ દ્વારા અત્યાર સુધી એ ગૃપમાં 100 અને બી ગૃપમાં 89 વિધાર્થીઓ મળી કુલ 189 વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.
નોંધનીય છે કેસ ચાલુ વર્ષે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરીણામ નીચુ આવતા એમ.એન.સાયન્સ કોલેજ દ્વારા મેરીટલીસ્ટે બદલે વિધાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.