ચૂંટણીલક્ષી જાહેરનામું:ચૂંટણી અધિકારીની કચેરીમાં ફોર્મ ભરતી વખતે ઉમેદવાર સહિત 5 વ્યક્તિઓને પ્રવેશ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચૂંટણીલક્ષી જાહેરનામું બહાર પડાયું
  • ચૂંટણી અધિકારીની​​​​​​​ કચેરીની 100 મીટરની ત્રિજ્યામાં 3થી વધુ વાહનોના પ્રવેશ પર રોક

ભારતના ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચારસંહિતા અમલી બની છે. ત્યારે ચૂંટણી દરમિયાન ઉમેદવારી પત્રો ભરવા માટે ઉમેદવારો મોટી સંખ્યામાં ટેકેદારો તથા વાહનો સાથે આવતા હોય છે. જેના કારણે ચૂંટણી અધિકારીઓની કચેરીમાં તેમજ કમ્પાંઉન્ડમાં અવ્યવસ્થા ઉભી થાય છે.

આવી પરિસ્થિતિ નિવારવા માટે કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાતા સુપ્રતસિંઘ ગુલાટી (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટ, પાટણને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 ની કલમ-144થી મળેલ સત્તાની રૂએ ચૂંટણી સંદર્ભે ઉમેદવારો તરફથી ચૂંટણી અધિકારી કે મદદની ચૂંટણી અધિકારીને ઉમેદવારી પત્રો રજૂ કરતી વખતે ઉમેદવાર સિવાય અન્ય 4 વ્યક્તિઓ મળીને કુલ 5 વ્યક્તિઓથી વધારે વ્યક્તિઓ ચૂંટણી અધિકારી કે મદદની ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં પ્રવેશી શકશે નહીં.

ઉમેદવારી પત્રો રજૂ કરતી વખતે ચૂંટણી અધિકારી કે મદદની ચૂંટણી અધિકારીને કચેરીના 100 મીટરની ત્રિજ્યામાં ઉમેદવાર કે તેમના ટેકેદાર વ્યક્તિઓ કુલ 3થી વધારે વાહનો લઈ જઈ શકશે નહીં. આ જાહેરનામાના ભંગ બદલ આઈ.પી.સી.ની કલમ-188 તળે કાયદેસરની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...