વિકાસ કામગીરી:પાટણ શહેરના રસ્તાના રૂ.1 કરોડના કામોને વહીવટી મંજૂરી

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટરોની હડતાળને લીધે ટેન્ડરીગ વિલંબે પડશે

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોના રોડ રસ્તાના કામોની મંજૂરી માટે તાજેતરમાં પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશ્નર કચેરી ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી જેમાં રૂ.1 કરોડથી વધારે ખર્ચે બે કામોને વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે.

બાંધકામ સમિતિના ચેરમેન શાતિબેન ગિરીશભાઈ પટેલના જણાવ્યું કે મુજબ ઉંઝા ત્રણ રસ્તા પાસે આવેલ એન્ટીકરપ્શન બ્યુરોની ઓફિસથી ઊંઝા હાઇવે ઉપર હાંસાપુર મેઇન રોડ સુધી ટ્રીમિક્સ સી.સી.રોડ રૂ.46,28,319ના ખર્ચના કામને વહીવટી મંજૂરી મળી છે. આ ઉપરાંત અલગ અલગ બે વિસ્તારોમાં રૂ. 69 ,77,000ના ખર્ચના રસ્તાના કામની વહીવટી મંજૂરી આવી ગઈ છે.જોકે ટેન્ડર પ્રક્રિયા કોન્ટ્રાક્ટરોની હડતાલ ચાલી રહી હોવાથી હાલ થઈ શકશે નહીં જોકે સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી હોઈ ઝડપથી અંત આવવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...