તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Administration Allows Jagannathji's 139th Rath Yatra To Become Collaborator, Ready To Go To High Court If Proper Solution Is Not Found

રથયાત્રાની તૈયારીઓ શરૂ:જગન્નાથજીની 139મી રથયાત્રાને વહિવટીતંત્ર સહયોગી બની મંજૂરી આપે, યોગ્ય નિરાકણ ન આવે તો હાઈકોર્ટમાં જવાની તૈયારી

પાટણ3 મહિનો પહેલા
  • રથયાત્રા યોજવા માટે બે ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ અને નગરપતિએ સહયોગની ખાતરી આપી
  • તંત્રની માર્ગદર્શિકા મુજબ રૂટ ટૂંકાવી, 11 ઝાંખી સાથે રથયાત્રા યોજવા ટ્રસ્ટીમંડળ સહમત

પાટણ શહેરમાં ચાલુ વર્ષે 139મી રથયાત્રાને પરંપરાગત રીતે યોજવાની તૈયારીઓ મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા શરૂ કરવામાં આવી છે. કોરોનાને ધ્યાને રાખી વહીવટી તંત્ર સહયોગી બની મંજૂરી આપે તો પાલનહાર આ મહામારીને પણ હરી લેશે, તેવી શ્રદ્ધા પણ વ્યક્ત કરવામાં આવી હતી. પાટણમાં રથયાત્રા નીકળે એ માટે બે ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ અને નગરપતિએ સહયોગની ખાતરી આપી છે. જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો કમિટીએ હાઇકોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી છે.

પરંપરા જળવાય તે માટે વહિવટીતંત્ર સહયોગી બને
રથયાત્રા કમીટીના કન્વીનર પીયૂસ આચાર્યે જણાવ્યું હતું કે, 139મી રથયાત્રા પરંપરાગત યોજવા તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે કોરોનાની મહામારીને ધ્યાને લઈ રથયાત્રાનો રૂટ ટૂંકાવી અને 11 જેટલી જ ઝાંખીઓ સાથે વહીવટીતંત્ર કમિટી બનાવે તેમના દિશાનિર્દેશ અને માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાની પણ ખાત્રી આપીએ છીએ. પ્રતિવર્ષ એક દિવસ જગતનો નાથ નગરચર્યાએ નિકળે છે, તે પરંપરા જળવાય તે માટે વહિવટીતંત્ર સહયોગી બને તેવી અપેક્ષા વ્યકત કરી હતી અને જરૂર પડે તો ગત વર્ષ માફક હાઇકોર્ટના દ્વાર પણ ખખડાવવા પડશે તો તૈયારી છે.

પાટણના ધારાસભ્ય ડૉ . કિરીટભાઈ પટેલ , સિધ્ધપુરના ચંદનજી ઠાકોરે પણ હાલમાં જ્યારે કોરોના રોગચાળો અંકુશમાં આવ્યો છે. ત્યારે વહીવટીતંત્રએ યોગ્ય માર્ગદર્શિકાનાપાલન સાથે રથયાત્રા યોજવા સાનુકુળતા દાખવવી જોઇએ અને આ અંગે તંત્રને લેખીત બાંહેધરી આપવાની પણ તૈયારી દાખવી હતી અને ભગવાન જગન્નાથજીની સમગ્ર વિશ્વ ઉપર કૃપાદૃષ્ટિ વરસે તેવી પ્રાર્થના કરી હતી.

પાટણ પાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ , શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરીએ પણ માર્ગદર્શિકાનુસાર રથયાત્રા યોજવા તંત્રએ સહયોગી બનવું જોઇએ તેવો સૂર વ્યકત કર્યો હતો. ટ્રસ્ટી પ્રવિણભાઇ બારોટે જણાવ્યું હતું કે, જગતનો નાથ જગન્નાથ સર્વવ્યાપી છે અને અહીં આવનારો પ્રત્યેક વ્યકિત નાતજાત ભુલી એક પંગતે જમે છે. ભગવાનનો રથ મુસ્લીમ બિરાદરો બનાવે છે. ત્યારે જગત પાલનહારની કૃપા પામવા સર્વેમાં નગરજનો આતુરતાથી રથયાત્રાની રાહ જોતાં હોઈ પરંપરાગત રથયાત્રાની મંજુરી આપવા તંત્રએ સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવી જોઈએ.

પ્રખર પ્રકાંડશાસ્ત્રી અરવિંદભાઇ ડૉ. અમિતભાઇએ રથયાત્રાનું મહત્વ સમજાવી ભગવાનનાં કાર્યમાં સહયોગી બનવા અને નગર સહિત રાષ્ટ્રને કોરોનાથી મુકત કરવા રથયાત્રા યોજવા દેવાનો સુર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...