વોટર ફેસ્ટીવલ:પાટણની રાણકી વાવમાં આદિત્ય ગઢવીના મારું મન મોર બની થનગનાટ કરે ગીત પર શ્રોતાઓ મંત્રમુગ્ધ

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં હેરિટેજ વિક અંતર્ગત હેરિટેજ રાણીની વાવમાં ભવ્ય વોટર ફેસ્ટીવલ ઉજવાયો. - Divya Bhaskar
શહેરમાં હેરિટેજ વિક અંતર્ગત હેરિટેજ રાણીની વાવમાં ભવ્ય વોટર ફેસ્ટીવલ ઉજવાયો.
  • શહેરમાં હેરિટેજ વીક અંતર્ગત હેરિટેજ રાણીની વાવમાં ભવ્ય વોટર ફેસ્ટીવલ ઊજવાયો

પાટણમાં હેરિટેજ વીક અંતર્ગત ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા રાણકી વાવમાં શનિવારે રાત્રે વોટર ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું.જેમાં ઉસ્તાદ ફઝલ કુરેશી, અયાન અલી બંગશ અને આદિત્ય ગઢવી જેવા પ્રસિધ્ધ કલાકારો તથા મ્યુઝિક ગ્રુપ ઢોલ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

રાણકી વાવ સહિત યુનુસકોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સમાવેશ થયેલ સ્મારકોને સમગ્ર વિશ્વ જાણે અને આજની યુવા પેઢી હેરિટેજ વારસા પ્રત્યે આકર્ષક બને તેવા ઉદ્દેશથી ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરવાના હેરિટેજ વીકના ભાગરૂપે ક્રાકટ ઓફ આર્ટ દ્વારા વોટર ફેસ્ટિવલના કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.

જેમાં રાણી કી વાવના અદભૂત સ્મારકમાં પર્ફોર્મિંગ આર્ટિસ્ટના બે અલગ અલગ સેટથી વૉટર ફેસ્ટીવલના મુખ્ય કોન્સર્ટ રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી દેશવિદેશમાં પોતાના તબલા વાદનથી લોકોને મંત્રમુગ્ધ કરનાર ઉસ્તાદ કઝલ કુરેશી અને અયાન અલીની જુગલબંધુએ સુંદર સરોદવાદનથી લોકોને મુગ્ધ કર્યાં હતા.

લોક સંગીતકાર આદિત્ય ગઢવીએ દુહા છંદ અને મારુ મન મોર બની ધનગનાટ કરે જેવા લોકગીતો કંઠીલા સ્વરે રજૂ કરી લોકોને મોજ કરાવી સાથે સાહિત્યની વાતો રજૂ લોકોએ પાટણનો ઇતિહાસ પણ યાદ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...