તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પાટણના સિદ્ધપુર ચાર રસ્તા પર ટર્બોની ટક્કર વાગતાં એક્ટીવા ચાલકનું મોત

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પાટણ બી ડીવીઝન પોલીસે ટર્બો ચાલક સામે ગુનો નોંધ્યો

પાટણના સિદ્ધપુર ચોકડી ખાતે ચાલી રહેલા અોવર બ્રીજના કામકાજને લઇને સર્વિસ રોડ કરેલ છે. તે ચાણસ્મા જતા સર્વિસ રોડ ઉપર ટર્બોની ટકકરે અેકટીવા ચાલક રામનગરના યુવાનનુ મોત થયુ હતુ. અા અંગે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે ટર્બો ચાલક સામે ગુનો નોંધાયો હતો. પાટણના રામનગર ભદ્રાડા વિસ્તારમાં રહેતા ઠાકોર રમેશજી પ્રહેલાદજી (ઉ.વ.43) અેકટીવા લઇ શનિવારે રાત્રે પાટણની સિદ્ધપુર ચોકડીઅે અોવર બ્રીજનુ કામ ચાલતુ હોઈ સર્વીસ રોડ ચાણસ્મા જવાના માર્ગ ઉપર સીંગલ રોડ ટર્બો ચાલકે અેકટીવાને ટકકર મારતા રોડ પર પટકાતાં મોત થયુ હતુ. અા અંગે મૃતકના બનેવીઅે પાટણ બી ડીવિઝન પોલીસ મથકે જીજે 24 અેક્સ 1066 ટર્બો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અકસ્માત સર્જનારા ટર્બોના ચાલક સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો