અન્ય બે ગુનાનો ભેદ ઉકેલાયો:સિદ્ધપુર બસ સ્ટેશનમાં યુવાનને નશીલો પદાર્થ સુંઘાડી લૂંટ ચલાનાર આરોપી ઝડપાયો

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગણતરીના કલાકોમાંભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપ્યો

સિદ્ધપુર બસ સ્ટેશનમાં યુવાનને નશીલો પદાર્થે સુંઘાડી લૂંટ ચલાવી હતી. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે, આ ઘટનામાં આરોપીએ અન્ય બીજા બે ગુનાની પણ કબુલાત કરી હતી.

સિદ્ધપુરના દરગાહ પાસે કોટ રહેતા અશ્વિનભાઇ કેશાભાઇ દેવીપુજક (ઉ.વ.19) ઘરેથી થરા ખાતે તેમની સગાઇ કરેલ હોય તેમની સાસરીમાં જવા નીકળેલ હતો અને શનિવારે નવેક વાગ્યાના અરસામાં સિદ્ધપુર બસ સ્ટેન્ડમાં બસની રાહ જોતો હતો. ત્યારે આશરે 25 વર્ષની ઉંમરના 2 શખ્સો યુવકની પાસે આવી ઉભો રહ્યા હતા.

એક કહ્યું કે હું મારા શેઠીયાનું પાર્સલ લઇ આવતો રહેલ છું,મારી પાસે એક લાખ રૂપિયા છે તેમ કહીં પેન્ટના ખીસ્સામાં 500ની નોટ મુકી યુવકને કંઇ સુંઘાડી બાદ યુવકને વશમાં કરી રિક્ષામાં પ્રથમ સિફા હોસ્પિટલ પાસે લઈ ગયા અને ત્યાંથી દેથળી ચોકડી પાસે એક આંખના દવાખાના પાસે બાંકડા પર બેસાડી યુવકના અડધા તોલાના સોનાના બુટિયાં (મર્ચી)રૂ .15000, ચાંદીની લક્કી રૂ.7000, મોબાઇલ રૂ.13500 તથા પર્સમાં રહેલાં રોકડા રૂ.1100 લઈ બંને શખ્સો ત્યાંથી જતાં રહ્યા હતા. યુવક ભાનમાં આવ્યો ત્યારે તેની સાથે લૂંટ થયાની જાણ થતાં સિદ્ધપુર પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં તપાસ અધિકારી PSI વી.એસ.ગોસ્વામી હાથ ધરી હતી.

આ ચોરીનો ગુનો શોધી કાઢવા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, ઉપરોક્ત ગુનાનો આરોપી સલાટ ભરત રમેશ પાલનપુર છે. જેથી પાલનપુરમાં તપાસ કરતાં સલાટ ભરત રમેશ મળી આવ્યો હતો. જેની પુછપરછ કરતા આ ચોરીનો માલ અને બીજી બે ચોરીનો મુદ્દામાલ મોટીબજારમાં વેચ્યો હોવાનું જણાવ્યું હત. જેથી પોલીસે ત્યાં પહોંચી મુદ્દામલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...