પાટણનાં રાતનપોળ જરાદીવાડામાં તા. 16-5-2021નાં રોજ રિક્ષામાં બેસવા મામલે બે પક્ષ વચ્ચે થયેલી મારામારી અને એકની હત્યાની ઘટનાનાં ચાર પૈકી બે આરોપીઓ જિતેન્દ્ર પુનમચંદ રાવળ તથા મનોજ પુનમચંદ રાવળે મુકેલી વચગાળાની જામીન અરજી પાટણનાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ ડી.એ. હિંગુએ નામંજૂર કરી હતી.
બંને આરોપીઓએ તેમની સગી ભાણીનાં ઊંઝા ખાતે તા. 26-5-2022નાં રોજ લગ્ન હોવાથી તેનાં મામા તરીકે ‘મામેરું’ કરવા સહિત અન્ય વિધિ અને લગ્નનાં અન્ય સંલગ્ન પ્રસંગોમાં હાજર રહેવું જરૂરી હોવાથી તેઓએ તા. 20-5-22 થી 1-6-22 એમ 13 દિવસ માટે વચગાળાનાં જામીન પર મૂક્ત કરવા માટે અરજી કરી હતી. જેની સુનાવણી પાટણની સેસન્સ કોર્ટમાં થતાં તેઓએ જામીન અરજી નામંજૂર કરી હતી.
આ કેસમા તા. 16-5 2021 નાં રોજ રાત્રે રિક્ષામાં બેસવા મામા ઉપરોક્ત બે સહિત ચાર વ્યક્તિઓ અને સામે બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થતાં મારામારી થતાં ઘાતક હથિયારથી એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું. જે અંગે આઇપીસી 402 મુજબનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં સરકારી વકીલ એમ.ડી. પંડ્યાએ રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.