કાર્યવાહી:નકલી આરસી બુક કૌભાંડનો આરોપી સબજેલમાં ધકેલાયો

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બનાવેલી 3 નકલી આરસી બુકો કબજે કરવા પોલીસની દોડધામ

નકલી આરસી બુક બનાવવાનાં કૌભાંડમાં પકડાયેલા સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામના શખ્સની પોલીસે પૂછપરછ કરતા તેણે ત્રણ ડુપ્લીકેટ આરસી બુક બનાવીને આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે જેથી પોલીસે તે 3 આરસી બુક રીકવર કરવા ટીમ કામે લગાડી છે.

રાજ્યના અલગ અલગ જિલ્લાઓનું આરટીઓ પાર્સિંગ ધરાવતા વાહનોની નકલી આરસી બુક બનાવવાના કૌભાંડમાં મુડાણા ગામના અસફાક અબદુલભાઇ મોમીનની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા હતા રિમાન્ડ પુરા થતા કોર્ટે તેને સબજેલમાં મુકવા માટે હુકમ કર્યો હતો.

જોકે, તેણે ત્રણ ડુપ્લિકેટ આરસી બુક બનાવી ખાનગી પાર્ટીઓને આપી હોવાની કબૂલાત કરતાં પોલીસ તેની શોધ કરી રહી છે. પાલનપુર આરટીઓ કચેરીના એજન્ટ તારીફ અબ્દુલભાઇ માકણોજીયાની સંડોવણી ખુલી હતી.જે આણંદ પોલીસ સ્ટેશનના નકલી આરસી બુક મામલાના ગુનામાં જેલમાં છે તેનો ટ્રાન્સફર વોરંટથી જેલમાંથી કબજો મેળવી તપાસ માટે પાટણ લવાશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...