તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપીને ઝટકો:પાટણમાં લકી ડ્રોના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી કરનાર આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નિરંજન બારોટ - Divya Bhaskar
નિરંજન બારોટ
  • આરોપી બે માસ અગાઉ 275 જેટલા ગ્રાહકોના 15.93 લાખ રૂપિયા લઇ ભાગી ગયો હતો

પાટણ શહેરમાં લક્કી ડ્રોની સ્કીમના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી કરનાર આયોજક સામે ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર આયોજક અંતે પોલીસના હાથે પકડાઈ ગયો હતો. જેના 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.

પાટણ શહેરમાં જયવીરનગરમાં રહેતા નિરંજન બારોટ નામના આયોજક દ્વારા શુભલક્ષ્મી ઇનામ સ્કીમ ડ્રો 4 શરૂ કરી માસિક એક હજારના હપ્તા લઇ એકસાથે રકમ સાથે વ્યાજ અને ડ્રોમાં ઇનામ રાખી લોભાવની સ્કીમના નામે 39 માસ સુધી અંદાજે 275 જેટલા સભ્યો પાસેથી હપ્તા ઉઘરાવી અંદાજે 15.93 લાખ રૂપિયા પડાવી લઈ છેલ્લા ત્રણ ડ્રોના ઇનામ વિજેતાઓને ન આપી અંતે 18 ફેબ્રુઆરીના રોજ નિરંજન મકાન અને ઓફિસ સાથે મોબાઈલ પણ બંધ કરી શહેરમાંથી ગાયબ થઇ ગયો હતો.

આરોપી ગાયબ થઇ જતા સ્કીમમાં જોડાયેલ બાલકૃષ્ણ જયશંકર રાજગોર દ્વારા મંગળવારે શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આયોજક સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી આયોજકની શોધખોળ હાથધરી હતી. ત્યારે પોલીસ પકડથી દૂર રહેલો આયોજક અંતે પાટણ પોલીસના હાથે પકડાઈ ગયો હતો. પાટણ શહેર પોલીસ મથકના પી.આઈ ગોહિલે જણાવ્યું હતું કે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

આગોતરા જામીન મૂક્યાં હતા પણ મંજૂર ન થયા
આયોજક નિરંજન સામે ફરિયાદ નોંધાતા પોલીસ પકડથી દુર રહેવા માટે વકીલ મારફતે તેને કોર્ટમાં આગોતરા જામીન મૂક્યાં હતા. પરંતુ કોર્ટે મંજુર કર્યા ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...