રિમાન્ડ મંજૂર:પાટણના વેરાઇ ચકલામાં જાહેરમાં હત્યાના બનાવમાં સંડોવાયેલા આરોપીઓ સોમવાર સુધીના રિમાન્ડ ઉપર

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાંથી છરી તેમજ અન્ય હથિયાર અને રીક્ષા પોલીસે કબ્જે કર્યા

પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં તાજેતરમાં ધોળા દિવસે રીક્ષા ચાલક પ્રકાશ પુનમભાઈ પટ્ટણીની જાહેરમાં કરપીણ હત્યા કરવાનાં બનાવમાં પાટણ એ-ડીવીઝન પોલીસે પકડેલા ચાર આરોપીઓ રમેશ અને તેમનાં ત્રણ પુત્રોને પાટણની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં મેજિસ્ટ્રેટ એફ.બી. પઠાણે સોમવાર સુધીનાં રિમાન્ડ મંજૂર કરીને પોલીસ કસ્ટડીમાં મોકલ્યાં હતાં. આરોપીઓની રજૂઆત કરવા પાટણ તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા ખાસ વકીલની સેવા આપવામાં આવી હતી.
આરોપીઓએ પહેરેલા વસ્ત્રો પણ કબજે લીધા
પોલીસે આ બનાવમાં આરોપીઓની પુછપરછ હાથ ધરી હતી અને તેઓને સાથે રાખી આરોપી રમેશ પટ્ટણીનાં ઘરમાં સર્ચ કરીને આ બનાવમાં વપરાયેલી છરી અને એક અન્ય શસ્ત્ર કબજે કર્યા હતા. તેમજ બનાવ વખતે મૃતક તેમજ આરોપીઓએ પહેરેલા વસ્ત્રો પણ કબજે લીધા હતા. તથા આ ગુનામાં વપરાયેલી આરોપીઓની વધુ એક રીક્ષા પણ જપ્ત કરી હતી.
​​​​​​​​​​​​​​હત્યાએ પૂર્વ આયોજિત કાવત્રુ હતું કે કેમ તેની પોલીસ તપાસ કરશે
આ દરમિયાન પોલીસે કોર્ટમાં રજૂ કરેલા રિમાન્ડ અરજીનાં મુદ્દાઓમાં આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલું હથિયાર, મરનારનો મોબાઇલ બનાવ બાદ ગુમ થયો છે તે મેળવવાનો હોવાથી કારણ કે, આ મોબાઇલમાં મરનાર અને આરોપીઓ વચ્ચે અગાઉ થયેલી વાતચીત રેકોર્ડ થયેલી હોય તેવું પોલીસનું માનવું છે જે પૂરાવા તરીકે કબજે લેવાનો છે. બનાવ વખતે મળેલા વાહનોની માલિકીની તપાસ કરવાની છે, આ હત્યાએ પૂર્વ આયોજિત કાવત્રુ કે આયોજન હતું કે કેમ? અને અગાઉ આરોપીઓએ મરનારને શાકમાર્કેટ તથા કોર્ટમાં ધાકધમકી કે જાહેર ધમકી આપી હતી કે કેમ તેની તપાસ કરવાની હોવાથી રિમાન્ડ માગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...