પલ્લી:400 વર્ષની પરંપરા મુજબ પાટણમાં ગુણવંતા હનુમાનની પલ્લી ભરાઇ

પાટણએક મહિનો પહેલા
  • પલ્લી શહેરના રાજમાર્ગો પરથી પસાર થઇ બુધવારે વહેલી સવારે મંદિરે પરત ફરી

પાટણ શહેરના સુભાષચોક નજીક આવેલા ગુણવત્તા હનુમાન દાદાની પરંપરાગત પલ્લી મંદિરમાં ભરાઈ હતી. જેના દર્શન નો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો.

પાટણના સુભાષચોક નજીક આવેલા ગુણવંતા હનુમાનજીના મંદિરે આસો સુદ-14ની રાત્રીએ પરંપરાગત પલ્લી ભરાઇ હતી. જેમાં રામી,ખત્રી, કરબતીયા બ્રાહ્મણો વગેરે જ્ઞાતિના પરીવારોએ આરાધ્ય દેવને 400 વર્ષની પરંપરા મુજબ નૈવેદ્ય ધરાવ્યો હતો. પલ્લી શહેરના રાજમાર્ગો પરથી પસાર થઇ બુધવારે વહેલી સવારે મંદિરે પરત ફરી હતી. દાદાના આરાધક કિરણભાઇ રામીએ જણાવ્યું હતું કે, મંગળવારે મધ્યરાત્રે 12-39 કલાકે પલ્લી ખંડ ભરવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓ દ્વારા ડેકલા, ત્રાંસા, મંજીરા, ઢોલક સાથે સાખીગાન કરાયું હતું. પલ્લીયાત્રા મંદિરેથી નીકળી શહેરના રાજમાર્ગો પરથી પસાર થઇ બુધવારે વહેલી સવારે છ વાગે મંદિરે પરત ફરી હતી.

ત્યાં સુધી ભક્તજનો ભાવવિભોર થઇને પલ્લીમાં જોડાયા હતા. આ માટે બેંગલોર, અમદાવાદ, મુંબઇ તેમજ અન્ય દૂરના સ્થળે રહેતાં જ્ઞાતિજનો, ભક્તો પણ પલ્લી ભરવા અને દર્શનનો લાભ લેવા ઊમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...