પાટણ શહેરમાં આજે ફાગણ સુદ એકમને ધૂળેટી એટલે કે રંગોત્સવની રમઝટ મચી હતી, ત્યારે પાટણમાં વર્ષોની જૂની પરંપરા પ્રમાણે મંગળવારે રાત્રે એક કાલ્પનિક પાત્ર તરીકે અસ્થાઇ રૂપે બે દિવસ માટે સ્થાપિત કરાતા 'ઇલાજીભા'નો વરઘોડો ધામધૂમથી નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા હતા. મૂળ રાજસ્થાનનાં કોઇ પાત્ર ઉપર પ્રેરણા લેવાઇ હોય તેવી ક્રિવદંતી પ્રચલિત આ ઇલાજીભા સાથે જોડાયેલી છે. પાટણ શહેરનાં મદારસા જીલ્લામાં મદારસા ચોકમાં શ્વેત વસ્ત્રમાંથી બનાવેલા ખાસ પ્રકારના પૂતળાનો આકાર તૈયાર કરાય છે. આજે પણ આ ઇલાજીભાનાં પૂતળાને તૈયાર કરીને અહીં દર્શનાર્થે મૂકવામાં આવ્યું હતું.
પાટણનાં મદારસા યુવક મંડળ દ્વારા આયોજીત ઇલાજીભાનો શોભાયાત્રા(વરઘોડો) કાર્યક્રમ અંતર્ગત સોમવારે સવારે આ વિસ્તારની બહેનો દ્વારા ગણેશ સ્થાપના કરાઇ હતી. આ પ્રસંગે વિશેષ પૂજા કરાઇ હતી નવપરિણિતાઓ ને તેનો પ્રસાદ અપાયો હતો. અહીં ચોકલેટનો પ્રસાદ વિતરણ કરાઈ હતી.રવિવારે રાત્રે આનંદનાં ગરબો તથા સોમવારે રાસ ગરબાનાં કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો રાસ ગરબા માં જોડ્યા હતા.
તથા અત્રે હોલીકા દહન કરાયું હતું મંગળવારે સાંજે મદારસા ખાતે નવજાત શિશુઓને માનતાથી જોખવા તથા બાધા પૂરી કરવામાં આવી હતી.ત્યારબાદ રાત્રે ઇલાજીભા નગર ચર્ચાએ વાજતે ગાજતે અને વરઘોડા સ્વરૂપે શહેરના માર્ગો પર નિકળયાહતા. જે દરમિયાન બાળકોનાં માથે ઇલાજીભાનો હાથ મૂકીને આર્શીવાદ મેળવ્યા હતા. વરઘોડામાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા હતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.