અકસ્માત:ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત, વિધાર્થી અને વિધાર્થિની ઇજાગ્રસ્ત

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાર્થીના બાઇક અને વિધાર્થિનીની એક્ટિવા વચ્ચે અકસ્માત થયો

દિવાળીના વેકેશન આજ સોમવારથી યુનિવર્સિટીના તમામ વિભાગો રાબેતા મુજબ ધમધમતા થયા છે. દિવાળી બાદ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શુભારંભનાં પ્રથમ દિવસે જ યુનિવર્સિટી વહીવટ ભવન સામેથી પુરઝડપે પસાર થઈ રહેલા વિધાર્થી બાઈક ચાલક અને એક્ટિવા ચાલક વિધાર્થિની વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને ચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યાં હતા. યુનિવર્સિટીમાં ફરજ બજાવી રહેલા મહિલા હોમગાડૅઝ દ્વારા બન્ને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

યુનિવર્સિટીના વહીવટી ભવન સામે ના માર્ગ પરથી પુરઝડપે પસાર થઇ રહેલા બાઇકચાલકને એક્ટિવા ચાલક મહિલા વચ્ચે સર્જાયેલા અકસ્માત ને લઈને યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવતા અન્ય વિદ્યાર્થીઓ તેમજ વાલી ગણ દ્વારા યુનિવર્સિટીના ઈન્ટરિયલ માર્ગો પર તાત્કાલિક ધોરણે બમ્ફ ઉભા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.

યુનિવર્સિટી માર્ગ પર અગાઉ બુલેટ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો, છતાં સત્તાવાળાઓ એ બમ્ફ બનાવવા માટે કોઈ પગલાં નહીં ભરતા યુનિવર્સિટીના પ્રારંભ પ્રસંગે ફરીથી સર્જાયેલા ગમખ્વારઅકસ્માતની ધટના સર્જાતા યુનિવર્સિટી સતાધીશો દ્વારા યુનિવર્સિટીના ઈન્ટરિયલ માર્ગો પર તાત્કાલિક ધોરણે બમ્ફ ઉભા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે દિવાળી પછી શરૂ થયેલા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલી વિદ્યાર્થીની તેમજ વિદ્યાર્થીઓને પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર અર્થે લઈ ગયેલા યુનિવર્સિટી કેમ્પસમાં ફરજ બજાવતા મહિલા હોમગાર્ડ ભૂમિ પરમાર અને પાયલ મકવાણાએ બંને ઈજાગ્રસ્તોને માથાના ભાગે ત્રણ ત્રણ ટકા આવ્યા હોવાનું અને બેઠો માર વાગ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, વિદ્યાર્થીને થોડીક વધુ ઈજાઓ થઈ હોય વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હોવાનું પણ ઉપરોક્ત બંને હોમગાર્ડ મહિલાઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...