પાટણ જિલ્લા નાં રાધનપુર ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં રાધનપુર ખાતે આવેલ માર્કેટ યાર્ડ નજીક સર્જાયેલા અકસ્માતમાં 15 વર્ષીય સગીરનું કરૂણ મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર કન્ટેનર ટ્રક એ સાયકલ સવાર સગીરને ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં સાયકલ સવાર 15 વર્ષીય સગીરનુ મોત નીપજ્યું છે.
અકસ્માતમાં મૃતક પામેલ સગીરનું નામ જયમીન પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. તો રાધનપુર ખાતે રહેતા પટેલ પરિવારના 15 વર્ષના સગીરનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્તા પરિવારજનોમાં શોક ની લાગણી છવાઈ ગઈ છે. તો પરીવાર નો વહાલ છોયો દીકરો ગુમાવતા પરિવારજનો પર જાણે આભ ફાટયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટના બનતા ની સાથે જ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા તેમજ મળતી માહિતી અનુસાર ટ્રેલર ચાલક ટ્રેલર મૂકી ફરાર થયા હોવાની વિગત સામે આવી છે. રાધનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ ટ્રક ચાલક વિરૂધ્ધ આગળ ની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.